કોરોના સંક્રમણ ને જોતા રેલ્વેએ આજથી આ તમામ ટ્રેનોને કેન્સલ કરેલ છે, રેલવે મુસાફરો માટે ખાસ છે આ સમાચાર.

140

ઇન્ડિયન રેલવેેએ અનેક ટ્રેનો કેન્સલ કરી દીધી છે. જો તમે ક્યાંય જવા માટે ટ્રેનોમાં ટિકિટ કરાવી છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે. મુસાફરી પહેલા એકવાર તમારા ટ્રેન નું સ્ટેટસ જરૂર ચેક કરી લેજો. એવું ન કરવા પર તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ છે.

દક્ષિણ રેલ્વે અને સેન્ટ્રલ રેલવે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે.સેન્ટ્રલ રેલવે અનેક ટ્રેનોને 27 એપ્રિલ થી લઈને 11 મે સુધી કેન્સલ કરી છે. દક્ષિણ રેલ્વેએ 29 એપ્રિલ એટલે કે આજથી આગલા આદેશ સુધી કેટલીક ટ્રેનો કેન્સલ કરી છે.

દક્ષિણ રેલ્વેએ એક ટ્વિટમાં લખ્યું છે કે ટ્રેનમાં મુસાફરી કરનાર પ્રવાસીઓની ઓછી સંખ્યાને જોતા સ્પેશ્યલ ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે. પહેલી ટ્રેન 07170 છે જે મડગામ થી મંગ્લોર સેન્ટ્રલ સુધી ચાલે છે.

અને આ ટ્રેનો 29 એપ્રિલ 2021 થી અનિશ્ચિતકાળ માટે બંધ કરવામાં આવી રહી છે. આગળ સ્પેશિયલ ટ્રેનો ક્યારે શરૂ થશે તે અંગે કોઇ જાણકારી આપવામાં આવેલ નથી.02015/02016 મુંબઈ-પુણે મુંબઈ સ્પેશ્યલ ટ્રેન 27 એપ્રિલ થી 10 મે 2021 સુધી કેન્સલ કરવામાં આવી છે.

02113 પુણે નાગપુર ત્રી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 28 એપ્રિલ થી 10 મે સુધી કેન્સલ કરવામાં આવી છે. 02114 નાગપુર પુણે ત્રી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 27 એપ્રિલથી 9 મે સુધી કેન્સલ કરવામાં આવેલ છે.

02189 મુંબઈ નાગપુર સ્પેશિયલ ટ્રેન 28 એપ્રિલ થી 11 મે સુધી અને 02190 નાગપુર મુંબઈ સ્પેશિયલ ટ્રેન 27 એપ્રિલ થી 10 મે સુધી કેન્સલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પણ કેટલીક ટ્રેનોને થોડાક દિવસ માટે રદ કરવામાં આવેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!