ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી બધી અકસ્માતની ઘટનાઓ બનતી હશે. ઘણી વખત રસ્તા પર ચાલતા લોકો માટે ઝડપી વાહન કાળ બની જતા હોય છે. ત્યારે ઉતરાખંડના દેહરાદુનમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં પુરપાડ ઝડપે આવતી રસ્તો ક્રોસ કરી રહેલી મહિલાને જોરદાર ટક્કર લગાવી હતી.
આ અકસ્માતની ઘટનામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટના 27 સપ્ટેમ્બર ના રોજ બની હોય તેવું કહેવામાં આવી રહ્યું છે.
પૂરપાટ ઝડપે જતા બાઇક સવારે દૂધ લઈને ધરે જતી મહિલાને જોરદાર ટક્કર લગાવી હતી. બાઇકની ટક્કરના કારણે મહિલા પૂંછડીને રોડ ઉપર પડી હતી. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માતની ઘટના બની ત્યારે આસપાસ ઉભેલા કેટલાક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઈજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને મહિલાના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ બાઈક ચાલક યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે બાઈક ચાલક યુવક ની શોધ કોણે શરૂ કરી દીધી છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરે તો મંગળવારના રોજ સાંજના પાંચ વાગ્યાની આસપાસ શક્તિસિંહ નામના વ્યક્તિની પત્ની રેણુ દૂધ લઈને ધરે જતી હતી. આ દરમિયાન એક ઝડપી બાઈકે રેણુને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં તેના બંને હાથ ઉપર ગંભીર ઈજા પહોંચી હતી.
Bike hits woman crossing road in Dehradun.
A young woman was hit by a motorcyclist when she was trying to cross the road in Dehradun on Tuesday. pic.twitter.com/vqkTc8JJLM
— Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) September 30, 2022
હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનો વિડીયો ટ્વીટર પર @Ahmed Khabeer નામના વ્યક્તિએ પોતાના એકાઉન્ટ પર મૂક્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment