હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકનું મોત થયું છે. વિગતવાર વાત કરીએ તો પાટણમાં ટી.બી ત્રણ રસ્તા પાસે આવેલી શિવપાર્ક સોસાયટીમાં રહેતા અને સરસ્વતી તાલુકાના ખોડાણા પ્રાથમિક શાળામાં શિક્ષકની ફરજ બજાવતા રમેશભાઈ ઠક્કરનો નાનો દીકરો દર્શિલ 9 એપ્રિલ 2023ના રોજ ટુરીસ્ટ વિઝા પર અમેરિકા ફરવા માટે ગયો હતો.
26 સપ્ટેમ્બર ના રોજ તે ભારત પરત આવવાનો હતો. પરંતુ દર્શિલ ભારત આવે તે પહેલા અમેરિકામાં જ તેનો દુઃખદ નિધન થયું છે. આ ઘટના બનતા જ દર્શિલના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે દર્શિલ 31 જુલાઈના રોજ સાંજના સમયે અમેરિકાના હ્યુસ્ટન ટેક્સાસમાં વોકિંગ કરવા માટે નીકળ્યો હતો.
અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં ‘હિટ એન્ડ રન’માં પાટણના યુવકનું મોત, સિગ્નલ બંધ હતું એ દરમિયાન રોડ ક્રોસ કરતાની સાથે જ સિગ્નલ ખુલ્યું અને આ અકસ્માત સર્જાયો, આવતા મહિને જ યુવક આવવાનો હતો ભારત #america #gujarat #patan #vtvgujarati pic.twitter.com/Bf2nAcxBK1
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 3, 2023
આ દરમિયાન તે પોતાના મમ્મી પપ્પા સાથે વીડિયો કોલ માં વાતચીત કરતો હતો. ત્યારે રસ્તા ઉપર સિગ્નલ બંધ થયું હતું ત્યારે દર્શીલ રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ સિગ્નલ ખુલ્લી ગયું હતું. ત્યારે એક બે નહીં પરંતુ 14 ગાડીઓ દર્શિલના શરીર ઉપરથી પસાર થઈ ગઈ હતી. આ કારણસર તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. દર્શિલનું મોત થતા તેના હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
દર્શિલના મૃત્યુ બાદ તેના મૃતદેહને ભારત લાવવા માટે પરિવારજનોએ પીએમઓ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સિધ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરી હતી. સરકાર તરફથી પરિવારને સપોર્ટ મળ્યો. પરંતુ અમેરિકાના ડોક્ટરનું જણાવવું છે કે દર્શિલનું મૃતદેહ ભારત લઈ જવાની હાલતમાં નથી. આ કારણસર દર્શીલના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે.
દર્શિલ પોતાના મમ્મી પપ્પા સાથે વીડિયો કોલ માં વાત કરતા તેમને કહેતો હતો કે, “પપ્પા અહીં ખૂબ જ મજા આવે છે, હું અમેરિકાથી આવીશ એટલે મમ્મી, ભાઈ અને તમે આપણે બધા અહીં ફરવા આવશો…” વિડીયો કોલ દરમિયાન દર્શિલના આ અંતિમ શબ્દો હતા. દીકરો પાટણથી અમેરિકા ફરવા તો ગયો પરંતુ તે પોતાના વતન પાછો આવી શક્યો નહીં. અમેરિકામાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં દર્શિલનું મોત થઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment