મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બાળક પોતાના માતા-પિતા માટે ફૂલ સ્વરૂપ હોય છે તેમણે તેમના સંતાનોનું ગર્વ હોય છે અને તેનું મહત્વ પણ હોય છે. એવામાં આપણે જાણીએ છીએ કે માતા પિતા પોતાના સંતાનને તેમનાથી દૂર રાખી શકતા નથી ત્યારે આજે આ એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે કે તે સાંભળીને સૌ કોઈ લોકો ભાવુક થઈ ઉઠશે.
જેમાં અમે તમને જણાવી દઈએ કે એક દીકરો કે તે 730 દિવસ પછી માતા-પિતાથી વિખુટો પડી ગયેલ તેના માતા-પિતા સાથેનું મિલન થયું છે. તે જાણીને સૌ કોઈ લોકો ભાવુક થઈ ગયા ત્યારે આ દીકરાના માતા-પિતાને જ્યારે દીકરો વિખૂટો પડી ગયો ત્યારે શું વીતી હશે. ત્યારે દીકરાની સ્થિતિ જાણી ને તેના પિતાની આંખ માંથી અશ્રુ ની ધારા વહે છે.
આ ઘટના છે અમૃતસરની કે જ્યાં એક નમન નામનો દીકરો તેના માતા પિતાથી ઘણા સમયથી વિખૂટો પડી ગયો હતો અને દીકરા જણાવ્યું હતું કે હું પતંગ ચગાવતા ચગાવતા રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો અને ત્યાં મને અચાનક ઊંઘ આવી જતાં હું ત્યાં જ ગયો હતો. ત્યારે હું વહેલી સવારે ઉઠ્યો તો કોઈના ઘરમાં હતો અને જેના ઘરમાં હતો એ મારી પાસે જબરજસ્તી બધું કામ કરાવતો અને એવા પણ દિવસો હતા કે જ્યાં મને ખાવાનું પણ ન મળતું હતું.
વધુમાં જણાવતા કહ્યું કે ત્યાંથી નીકળવાના ઘણા પ્રયત્નો કર્યા છતાં ત્યાંથી હું નીકળી શક્યો ન હતો અને બીજી બાજુ મને મારા માતા-પિતા મારી શોધ કરી રહ્યા હશે તેનું દુઃખ હતું.એવામાં બે વર્ષો વીતી ગયા છતાંય દીકરાની ભાળ ક્યાંય ન થઈ તેથી માતા-પિતાએ એવું જ લીધું હતું કે હવે અમારો દીકરો ક્યારેય પાછો નહીં મળે.
ત્યારે એક દિવસ જોતજોતામાં એ દીકરો તેના માતા-પિતાની સામે આવી ગયો આવો હૃદયસ્પર્શી દ્દશ્ય જોઇને માતા પિતા ની આંખે રડી પડ્યા ત્યારે ખુશીની વાત તો એ કહેવાય કે બે વર્ષ પછી એટલે કે 730 દિવસ પછી એ માતા પિતાએ દીકરાનું મોઢું જોયું અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા.
માતા પિતાની આંખમાં આંસુ આવી ગયા ત્યારે દીકરાએ જણાવ્યું કે બે વર્ષ પછી જે ઘરમાં હતો ઘરમાંથી ભાગવાનો મોકો મળ્યો કે હું સીધો ભાગી ગયો અને ઘરે આવી પહોંચ્યો, ત્યારે બે વર્ષ પછી માતા-પિતાએ તેના બાળકની સાથેનું મિલન થયું હોવાથી ખુશીના આંસુ વહેવા લાગ્યા અને પિતા તેના દીકરાને ભેટી પડ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment