બે બાળકોના પિતા અને પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા, પોલીસ કર્મીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 4:16 pm, Tue, 3 May 22

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. લોકો નાની-નાની બાબતમાં આ પગલું ભરી લેતા હોય છે. જ્યારે ઈન્દોરમાં એક હેડ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ચોંકાવનારી ઘટના રવિવારના રોજ બની હતી. હેડ કોન્સ્ટેબલ ફરજ બજાવીને રાત્રે ઘરે આવ્યો હતો.

પોતાના પરિવાર સાથે સમય વિતાવીને તે પોતાની રૂમમાં ચાલ્યો ગયો હતો. હેડ કોન્સ્ટેબલને પોતાની રૂમ અંદરથી બંધ કરી દીધી હતી. જ્યારે હેડ કોન્સ્ટેબલની પત્નીએ બીજા દિવસે સવારે રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહીં.

લાંબા સમય સુધી જવાબ ન મળ્યો તેથી પત્નીએ પડોશીઓની મદદથી રૂમનો દરવાજો તોડ્યો હતો. ત્યારે રૂમની અંદરથી પતિ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. સરકારી ક્વાર્ટરમાં રહેતા 35 વર્ષીય હેડ કોન્સ્ટેબલ મોહન સોલંકી ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

સોમવારના રોજ મોહન સોલંકીનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. મોહન સોલંકી પોતાની પત્ની અને બે દીકરાઓ સાથે રહેતા હતા. મળતી માહિતી અનુસાર 2007માં મોહન સોલંકી પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા.

હજુ તો થોડાક દિવસ પહેલાં જ તેનું પ્રમોશન થયું હતું અને તેઓ હેડ કોન્સ્ટેબલ બની ગયા હતા. મળતી માહિતી અનુસાર થોડાક દિવસોથી કૌટુંબિક બાબતો ના કારણે મોહનભાઈ ટેન્શનમાં હતા. મોહનભાઈનું ટેન્શન એટલું વધી ગયું હતું કે તેઓ પોલીસ સ્ટેશનમાં પણ સ્ટાફ સાથે ઓછી વાત કરતા હતા.

આ કારણોસર મોહનભાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હશે તેવું જાણવા મળી રહ્યું છે. પોલીસને મોહનભાઈની રૂમ માંથી કોઇપણ પ્રકારની સુસાઈડ નોટ પણ મળી નથી. મોહનભાઈ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની કોઇ ચોક્કસ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે બાળકોના પિતા અને પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા, પોલીસ કર્મીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*