હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાના પરિવારના ચાર સભ્યોનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના દિલ્હીના પાલમ વિસ્તારમાં મંગળવારના રોજ રાત્રિના સમયે બની હતી. કેશવ નામના આરોપીએ પોતાના જ પરિવારના ચાર સભ્યોનો જીવ લઈ લીધો હતો.
મળતી માહિતી અનુસાર કેશવ ડ્રગ-એડિકટ છે. તેથી તેના પરિવારના લોકોએ તેને વ્યસનમુક્તિ કેન્દ્રમાં મોકલી આપ્યો હતો. ત્યાંથી પાછા ફર્યા પછી પણ તેને પોતાનું વ્યસન છોડ્યું ન હતું. ત્યારબાદ તે પરિવારના લોકો પાસે ડ્રગ્સ ખરીદવા માટે સતત પૈસા માગતો હતો. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ પણ કેશવે પોતાના પરિવારના સભ્યો પાસે ડ્રગ્સ ખરીદવા માટે પૈસા માગ્યા હતા.
ત્યારે પરિવારના લોકોએ તેને પૈસા આપવાની ના પાડી હતી. જેના કારણે કેશવ ખૂબ જ ગુસ્સામાં ભરાયો હતો અને ત્યારબાદ તેને પોતાના માતા-પિતા, બહેન અને દાદીનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. પોતાના પ્લાનના આધારે કેશવ અલગ અલગ રૂમમાં લઈ જઈને ચારેયનો જીવ લઈ લે છે.
પરિવારના સભ્યોનો જીવ લીધા બાદ તે ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પરંતુ પિતરાઈ ભાઈએ આરોપી કેશવને પકડી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. આરોપીને પકડનાર પિતરાઈ ભાઈ એ જણાવ્યું કે, તેણે રાત્રિના સમયે બહેનની ચીસો સાંભળવી હતી, જેમાં તે બચાવો બચાવો તેવી બૂમ પાડતી હતી. જ્યારે તે આસપાસના અન્ય લોકોને લઈને ઘરે પહોંચ્યો ત્યારે ઘરનો દરવાજો બંધ હતો.
જ્યારે અમે ઘરનો દરવાજો ખખડાવ્યો ત્યારે આરોપી કેશવ એ જણાવ્યું કે આ અમારી ફેમિલી મેટર છે. ત્યારબાદ અમે થોડીક વાર દરવાજાની બહાર રાહ જોઈ હતી. થોડીક વાર બાદ અચાનક જ આરોપી કેશવ ભાગવા લાગ્યો હતો. લોકોએ તેનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો.
જ્યારે અમે ઘરની અંદર ગયા ત્યારે ઘરની અંદરથી કેશવના માતા-પિતા બહેન અને દાદીનું મૃતદેહ મળી આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આરોપી કેશવ સાથે પૂછપરછ દરમ્યાન અન્ય ખુલાસાઓ પણ થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment