હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. રાણવાવના સીમ વિસ્તારમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. જેમાં પુત્રના હાથે પિતાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. રાણવાવના જરૂડી સીમા વિસ્તારમાં રહેતા લાખા દુદા બાપોદરા નામના પ્રોઢીનો જીવ લેવાની ઘટના સામે આવી છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો 25/08/2022 ના રોજ મોડી રાત્રે અંદાજિત 2:00 વાગ્યાની આસપાસ લાખાભાઈ દુદાભાઈ બાપોદરા નામના યુવક દારૂ પીને પોતાના ઘરે આવ્યા હતા. જ્યાં તેમને પોતાની પત્ની તેમજ દીકરાઓ સાથે રૂપિયા ની બાબતે માથાકૂટ કરી હતી. જેમાં લાખાભાઈ બાપોદરા એ પોતાની દીકરીની સગાઈ થયેલી હોવાથી સાસરી પક્ષે આપેલા દાગીનાની માંગણી કરી હતી.
આ દરમિયાન તેમની પત્ની તેમજ દીકરાઓએ લાખાભાઈ ને દાગીના ન આપ્યા હતા. જેના કારણે લાંબી બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ માથાકૂટ થઈ ગઈ હતી. માથાકૂટ એટલી વધી ગઈ કે લાખાભાઈના દીકરા વિજયએ કોદારી લઈને લાખાભાઈ ના માથાના ભાગે પ્રહાર કર્યા હતા. જેમાં લાખાભાઈ નું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
પિતાનો જીવ લીધા બાદ આરોપી દીકરા દ્વારા પોતાની વાડીમાં ઘરની બાજુમાં આવેલા ગોબરગેસના ખાડામાં પિતાનો મૃતદેહ દાટી દીધો હતો. મળતી માહિતી અનુસાર મૃતદેહ દાટ્યા બે દિવસ બાદ મૃતક લાખાભાઈ ના પિતા દુદાભાઈ જેવો પોરબંદર ખાતે રહેતા હતા, જેને આરોપી વિજયના ભાઈ એ ફોન દ્વારા સમગ્ર ઘટનાની જાણ કરી હતી જેના કારણે દુદાભાઈ ચોકી ઉઠ્યા હતા.
ત્યારબાદ દુદાભાઈ તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે વિજયની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમ્યાન વિજય પોતાનો ગુનો કબૂલ્યો હતો.
પોલીસે વિજયની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ પોલીસે લાખાભાઈના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment