ગુજરાત રાજ્યમાં નવા બનેલા બ્રિજની ધરાશાય થવાની વધુ એક ઘટના સામે આવી રહે છે. આ ઘટના પાલનપુરમાંથી સામે આવી રહી છે. અહીં એક નિર્માણધીન ફલાયઓવર બ્રિજનો સ્લેબનો એક ભાગ અચાનક જ ધરાસાઈ થતાં ભયંકર ઘટના બની હતી.
આ ઘટનામાં નીચે ઉભેલા ટ્રેક્ટર ચાલક અને રીક્ષા ચાલક બ્રિજના કાટમાળની નીચે દબાઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
બ્રિજની નીચે એક રીક્ષા ચાલક રીક્ષા પાર્ક કરીને ઉભો હતો. ત્યારે અચાનક જ બ્રિજ ધરાસાઈ થાય છે. એટલે રીક્ષા ચાલક ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. પરંતુ ત્યાં સુધીમાં તો એક મોટો સ્લેબનો ભાગ રિક્ષાચાલક ઉપર પડે છે અને રીક્ષા ચાલક તેની નીચે દટાઈ જાય છે.
જેના કારણે રીક્ષા ચાલકનું દર્દનાથ મોત થયું હતું રીક્ષા ચાલકનું મૃતદેહ મળી આવ્યું છે. જ્યારે હજુ એક વ્યક્તિ કાટમાળની નીચે દટાઈ ગયો છે. તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેની શોધખોળ ચાલુ છે. આ ઘટનાને એક સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મળીયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
પાલનપુરમાં નવા બની રહેલા બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો, નીચે ઉભેલા રીક્ષા ચાલકનું કરુણ મોત… જુઓ મોતનો હચમચાવી દેતો વિડિયો… pic.twitter.com/LITa2rJgvg
— GUJJU ROCKZ (@gujju_rockz) October 23, 2023
ઘટનાનો વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકોના રુવાડા બેઠા થઈ જશે. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment