6 મહિના પહેલા ભાગીને પ્રેમલગ્ન કરનાર બહેન અને બનેવીનો ભાઈએ ઉપલેટામાં જાહેરમાં જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના…

ઉપલેટમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઉપલેટમાં ગઈ કાલે અગિયાર વાગ્યાની આસપાસ એક ભાઈ પોતાની બહેન અને તેના પતિનો જાહેરમાં જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતા જ ચારે બાજુ અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ છ મહિના પહેલા યુવતીઓ ઘરેથી ભાગીને પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા.

ત્યારબાદ પિતા અને ભાઈએ આ બાબતનો ખાર રાખી હતો. મળતી માહિતી અનુસાર ઘસારી ગામના 22 વર્ષીય અનિલ મનસુખભાઈ અને અરણી ગામની 18 વર્ષીય હીનાએ 6 મહિના પહેલા ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા. આ બાબતનો ખાર રાખીને ભાઇ ગઈકાલે સવારે ઉપલેટામાં 11 વાગ્યાની આસપાસ પોતાની બહેન અને તેના પતિનો જાહેરમાં જીવ લઇ લીધો હતો.

આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા અનિલ અને હીનાના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ ઉપરાંત પોલીસે સમગ્ર ઘટનાને લઇને આરોપી ભાઈ સુનિલની શોધખોળ કરવાની કામગીરી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર અનિલ અને હીના છેલ્લા કેટલાય સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા. અગાઉ પણ બંને પ્રેમલગ્ન કરવા માટે ભાગ્યા હતા. પરંતુ હીનાની ઉંમર નાની હોવાના કારણે તેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જેના પગલે ભાયાવદર પોલીસે યુવક અને યુવતીને પકડી પાડયા હતા. ત્યારબાદ યુવક અને યુવતીને પોતપોતાના ઘરે મોકલી દીધા હતા. મળતી માહિતી અનુસાર 6 મહિના પહેલા નાની ઉંમરે લગ્ન કરવા માટે પૂરી થઈ ગઈ હતી. તેથી હીના અને અનિલે ઘરેથી ભાગીને પ્રેમલગ્ન કરી લીધા હતા.

ત્યારે ગઇકાલે સવારે 11 વાગ્યાની આસપાસ આરોપી સુનિલને ખબર પડી કે, ઉપલેટામાં તેની બહેન હીના અને તેનો પતિ અનિલ રહે છે. તેથી સુનીલે ઉપલેટામાં તે બન્નેની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારે ગઇકાલે સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ કુંભારવાડાના નાકે સુનિલે પોતાની બહેન અને તેના પતિ અનિલનો જીવ લઈ લીધો હતો.

ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં હીનાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત અનિલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું પણ કરુણ મૃત્યુ થઈ ગયું હતું. હાલમાં પોલીસ આરોપી સુનિલની શોધખોળ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*