ગાંધીનગરમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતી મહિલાએ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધી – જાણો સમગ્ર ઘટના

Published on: 11:59 am, Wed, 20 April 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે ગાંધીનગર માં બનેલી એવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગર પોલીસ વડા કચેરીની એલઇડી શાખામાં લોક રક્ષક તરીકે ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીએ અગમ્ય કારણોસર કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

મળતી માહિતી અનુસાર 16 એપ્રિલના રોજ નિશા કિરીટભાઈ પ્રજાપતિએ અડાલજ પોલીસ મથકની હદમાંથી પસાર થતી કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે કલોલ જાશપુર ગણપતપુરા સાય ફનમાંથી નિશાબહેન મૃતદેહ મળી આવ્યું હતું.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર ઘરેથી નોકરી પર જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળેલા નિશાબહેનની એકટીવા બિનવારસી માથી મળી આવી હતી. જેમાં એક ચબરખીમાં નિશાબેનના ફોનનો પાસવર્ડ અને એક નંબર પણ લખેલો મળી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર 25 વર્ષીય નિશાબેનના લગ્ન 15 મહિના પહેલા સમાજના રીતરિવાજ મુજબ દહેગામના હાલીસા ગામે રહેતા બ્રિજેશ ગુજ્જર સાથે થયા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા નિશાબહેન લોક રક્ષક તરીકે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતેની એલઆઈબી શાખામાં ફરજ બજાવતા હતા. જ્યારે નિશાબહેનના પતિ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી છે.

મળતી માહિતી અનુસાર 16 એપ્રિલના રોજ નિશાબહેન નોકરી પર છું. તેમ કહીને ઘરેથી નીકળી ગયા હતા પરંતુ મોડી સાંજ થાય છતાં પણ નિશાબેન ઘરે આવ્યા નહીં. તેથી પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે નિશાબહેન નું એકટીવા અડાલજ પોલીસ મથકની હદમાંથી પસાર થતી નર્મદા કેનાલ નજીકથી મળી આવ્યું હતું.

ત્યારબાદ પોલીસે શંકાના આધારે ફાયર વિભાગની ટીમની મદદથી નિશાબેનની કેનાલમાં શોધખોળ કરી હતી. પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પત્તો લાગ્યો નહીં. ત્યારે બીજી તરફ કલોલ જાસપુર ગણપતપુરા સાયફનમાંથી ગઈકાલે નિશાબહેન મૃતદેહ બપોરના સમયે મળી આવ્યું હતું.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઘટનાની જાણ નિશાબહેન પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર નિશાબહેને કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગાંધીનગરમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતી મહિલાએ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધી – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*