દીકરી વ્હાલનો દરિયો…! પાટીદાર પરિવારમાં બે જુડવા દીકરીઓનો જન્મ થતાં, પરિવારે કર્યું એવું કાર્ય કે…

કરી એટલે વહાલનો દરિયો અને દીકરી એટલે ઘરની લક્ષ્મી આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો કડીના પાટીદાર પરિવારમાંથી સામે આવ્યો છે કે જે પરિવારમાં એક સાથે બે વ્હાલના દરિયા આવતો રહે ત્યારે આ લક્ષ્મી નું સ્વાગત ધામધૂમથી કરવામાં આવ્યો.

આ કિસ્સા વિશે વિસ્તૃતમાં જણાવીશ તું કડીમાં આવેલા ગોપાલ પાર્ક સોસાયટીમાં રહેતા એક 72 ચુંવાર કડવા પાટીદાર સમાજના પ્રમુખ એવા દિનેશભાઈ ભીખાભાઈ પટેલના પુત્ર અંકિતના ઘરે જોડિયા દીકરીનો જન્મ થતા ની સાથે જ તેની હરખભેર સ્વાગત કરવામાં આવ્યું અને પરિવારમાં ખુશીનો પાર ના રહ્યો.

એ બંને લક્ષ્મીનું સ્વાગત દિનેશભાઈએ ધામધૂમથી કર્યું હતું. ગત શુક્રવારે જ્યારે વુમન્સ ડે ની ઉજવણી થઈ હતી ત્યારે કડીના એસ વી રોડ સ્થિત આવેલા ગોપાલ પાર્ક સોસાયટીમાં 72 ચુંવાર કડવા પાટીદાર સમાજના પ્રમુખ દિનેશભાઈ પટેલના પુત્ર અંકિત ના ઘરે ટ્વીન્સ દીકરીઓનો જન્મ થયો હતો.

ત્યારે પરિવારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી.જ્યારે એટવીન્સને શુક્રવારે દવાખાનેથી રજા આપ્યા બાદ પુત્રવધુનું અને એ બંને દીકરીનો પરિવાર અને સોસાયટી દ્વારા ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યો. આપણે જાણીએ છીએ કે જૂની પરંપરા મુજબ જ્યારે બાળકીનો જન્મ થતો હતો ત્યારે તેને દૂધ પીતી કરી દેવામાં આવતી હતી.

કા તો તેને તર છોડી દેવામાં આવતી હતી. એવા ઘણા સમાચારો સામે આવતા હતા. એવામાં જ આ કડીના પાટીદાર પરિવાર જોડીયા દીકરીનું સ્વાગત કરીને સમાજમાં એક નવી રાહ ચિંધિ છે અને સમાજની એક પ્રેરણા રૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ દિનેશભાઈ ની વાત કરીએ તો 72 ચુંવાર કડવા પાટીદાર સમાજના પ્રમુખ તરીકે આગવી ઓળખ ધરાવે છે અને તેમનું સમાજમાં સારું એવું નામ છે, ત્યારે તેમના દીકરા અંકિતના ઘરે બે પુત્રીનો જન્મ થતાં તેમણે ઢોલ નગારા સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ત્યારે સમાજે પણ પ્રેરણા લેવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*