ગુજરાત રાજ્યની રૂપાણી સરકારે બાંધકામ શરૂ કરવા માટેની પરમિશન ઓનલાઇન જ આપી દેવાનો નિર્ણય કરતા બિલ્ડરોને મોટી રાહત આપી છે. ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન આપનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે અને આ નિર્ણયથી બાંધકામ માટેની પરવાનગી લેવા માટે પણ સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડશે નહિ. આ જાહેરાત કરતા મુખ્યમંત્રી રૂપાણી જણાવ્યું કે.
ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની આ માંગને ધ્યાનમાં લઈને હવે લો રાઈસ બિલ્ડિંગ માટે ઓફલાઇન પ્લાન પાર્સિંગ સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઇન પરમિશન માત્ર 24 કલાકમાં મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખૂબ જ મહત્વના સમાચાર છે.
તેમને કહ્યું કે, ભવિષ્યમાં હાઇ રાઇજડ બિલ્ડિંગ માટે પણ ઓનલાઇન પ્લાન પાસ કરવાની સુવિધા ચાલુ કરવાનો સરકારનો ઇરાદો છે.મુખ્યમંત્રી ઓનલાઇન ડેવલપમેન્ટ પ્લાન.
સિસ્ટમના અધતન ટેકનોલોજી યુક્ત વર્ઝનનો મહાત્મા મંદિર ગાંધીનગર થી પ્રારંભ કરાવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment