ગુજરાતમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી એને ઘણા લોકોએ કોરોનાની મહામારી માં પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે હાલમાં ગુજરાતમાં રસીકરણ અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યમાં તમામ જિલ્લાઓની શાળા-કોલેજમાં કોરોના ની રસીકરણના કેમ્પનું આયોજન કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ શાળા-કોલેજના રસીકરણ કેમ્પસમાં 18 વર્ષથી ઉપરના વયના વિદ્યાર્થીઓ, કર્મચારીઓની, શિક્ષક તથા પરિવારજનોને કોરોના ની રસી અંતર્ગત આવરી લેવામાં આવશે. આ નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને વરિષ્ઠ સચિવની મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
આ ઉપરાંત ભારત સરકારે આગામી પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન સુધીમાં બધા જ શિક્ષકોને કોરોના રસીના સુરક્ષા કવચ અનવયે આવરી લેવા રાજ્યોને આપેલી દિશા નિર્દેશન પગલે ગુજરાતમાં પણ આ વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે શાળા અને કોલેજમાં યોજવામાં આવેલ કોરોના રસી કેમ્પસ માટે જિલ્લાઓને હતો પણ વધારે આપવામાં આવશે તે સૂચના કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી છે.
આ ઉપરાંત આ બેઠકમાં રાજ્યમાં ધોરણ 6 થી 8 ની સ્કૂલો શરૂ કરવાને લઈને પણ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે રાજ્યભરમાં ધોરણ 6 થી 8ની વર્ગની શાળાઓ 2 સપ્ટેમ્બરથી શરૂ થશે.
આ ઉપરાંત 20 હજારથી પણ વધારે સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના વર્ગ શરૂ થશે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે શાળામાં 50 ટકાની સાથે વિધાર્થીઓને બોલાવવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment