આપણો દેશ ધાર્મિક દેશ કહેવાય છે, ત્યારે દરેક ધાર્મિક તહેવારોનું મહત્વ પણ એટલું જ વધારે રહેલું છે. અહીં દરેક તહેવાર રીતરિવાજ થી ધાર્મિક રીતે ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ત્યારે તમે જાણતા જ હશો કે થોડાક સમય પહેલા હનુમાન જયંતીનો તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક લોકો દ્વારા ઉજવવામાં આવ્યો હતો દરેક હનુમાન મંદિરોમાં ભારે ભીડ પણ જોવા મળી હતી.
શનિવારનો દિવસ તો હનુમાન દાદાના દિવસ તરીકે ઓળખાય છે. ત્યારે આ વખતે હનુમાન જયંતી પર શનિવારના રોજ જ આવી હતી. જેથી આ દિવસ ખૂબ જ ખાસ બની ગયું હતું. તમે જાણતા જ હશો કે હનુમાનજી પર સિંદૂર ચઢાવવામાં આવે છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હનુમાનજી ના ભક્તો પણ શનિવાર ના રોજ દાદાના દર્શને ભારે મહેરામણ સાથે ભક્તોનું ઘોડાપુર હનુમાનજીના મંદિરે ઉમટી પડે છે.
જામનગરમાં આવેલા કિશનચોક પાસે ફુલીયા હનુમાન દાદા નું મંદિર કે જ્યાં હનુમાન જયંતિ ના દિવસે સવારે 4 વાગ્યે પૂજા કરવામાં આવી હતી અને લોકો આ પૂજામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. ધામધૂમ પૂર્વક અહીં હનુમાન જયંતિ ની ઉજવણી થઈ હતી. એવામાં ત્યાંના એક પૂજારી કે જેઓ હનુમાન દાદા ના પરમ ભક્ત બની ગયા હતા અને ભક્તિ માં તલ્લીન થઇ અને એમનો ઉત્સાહ વધી જતા સિંદૂર ગટગટાવી લીધું.
જ્યારે કુતૂહલમાં આવીને અહીં મંદિરના પૂજારીએ પણ ગઢવી પ્રસાદીમાં સિંદૂર ગટગટાવી લીધું હતું. સામાન્ય રીતે સિંદૂર પીવાથી આપણો અવાજ બેસી જાય છે.છતાં પણ આ પુજારીએ ચિંતા કર્યા વગર સિંદૂર ગટગટાવી ગયો હતો પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેને કંઈ પણ થયું ન હતું.
તેમાં પરથી કહી શકાય કે જયારે આપણે ભગવાન ને ખુબજ શ્રદ્ધા થી માનીયે ત્યારે તેઓ ભક્તો નો સાથ ક્યારેય છોડતા નથી એનો હંમેશા હનુમાન દાદા ભક્તો નું સારુંજ ઇચ્છતા હોઈ ત્યારે આ કિસ્સા માં જોઈએ તો સ્વાભાવિક છે કે સિંદૂર પીવાથી અવાજ બેસી જાય. પરંતુ આ પૂજારી ને ભગવાન ને શ્રદ્ધા હોવાથી કઈ પણ ના થયું ..
આ ઘટનાને લઈને ત્યાં હાજર અન્ય ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો .અને તેની આસ્થાનો વિષય બની રહ્યા છે અને કહી રહ્યા છે કે જેના પર ભગવાનનો હાથ હોય તેને કંઈ ના થાય.ત્યારે એમ પણ કહેવાય છે કે ભગવાન ને કોઈ ડેન કે ભેટ ની જરૂર નથી તેઓ ભક્તો નો ભાવના ભૂખ્યા છે તેથી કહીયે તો આ પૂજારી સિંદૂર ગટગટાવી ગયો પરંતુ તેને કશું થયું નહિ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment