કેનેડામાં MBA કરીને આ પાટીદાર યુવકો અમદાવાદમાં આવીને “પટેલ ચાયવાલા” નામનું કાફે શરૂ કર્યું, દીકરીઓ માટે પાટીદાર યુવકે…

Published on: 12:46 pm, Sun, 24 April 22

ગુજરાતીઓના તો નસ નસ જ ધંધો રહેલો છે. વિશ્વના સૌથી ધનવાન બિઝનેસમેન પણ ગુજરાતીઓ જ છે. ગુજરાતીઓ જ્યાં પણ જાય ત્યાં પાછળ નથી પડતાં, ત્યારે આવા જ એક યુવક વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ. જેણે વિદેશમાંથી એમબીએની ડિગ્રી મેળવી. પરંતુ અહીં આવી એવો ધંધો કરે છે કે જે જાણીને તમે પણ ચોંકી ઉઠશો.

અમદાવાદનો આ યુવક પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને MBA chaiwala નામનું એક cafe ચલાવે છે. તમને જણાવી દઈએ કે કેનેડામાં અભ્યાસ કરતી વખતે આ યુવક ત્યાંના એક કેફેમાં જોબ કરતો હતો. જેની આજે અમદાવાદમાં એક કીટલી શરૂ કરી છે. MBAની ડિગ્રી પૂર્ણ કરીને નાની એવી કીટલી ચાલુ કરતા તેના પરિવારજનો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા.

પરંતુ તે તેની નાની એવી શરૂઆતથી ખૂબ જ ખુશ છે. તેની આશા છે કે આ નાની કિટલી થી તે મોટી સફળતા પ્રાપ્ત થશે અને એક દિવસ ખૂબ જ મોટું નામ બનાવશે. ખૂબ જ વૈભવ શાહી પરિવારનો આ યુવક આઈ એમ રોડ પર પટેલ ચાય વાલા નામથી કીટલી એટલે કે નાનું એવું કેફે ચલાવે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે તેને એક ટેમ્પો મોડીફાઇડ કરીને નાનકડું કૅફે શરૂ કર્યું છે. જેમાં ગ્રાહકોની ચા, કોફી, વિચા, ફ્રેન્ચ વેનીલા વગેરે જેવી આઈટમો આપવામાં આવે છે. આ ઉપરાંત 12 વર્ષથી નાની ઉંમરની દીકરીઓ માટે મફતમાં ચા આપવામાં આવે છે.

તેનો માતા-પિતા પણ સમાજ સેવક છે. અને તેઓનું માનવું છે કે દીકરીઓને જેટલું આપો તેટલું ઓછું જ હોય છે. પોતાના દીકરાના આ કામથી તેઓ પણ ખૂબ જ ખુશ છે. આજે યુવા પેઢી મોબાઇલમાં સચવાયેલી હોય છે, ત્યારે આ યુવક પોતાના કરિયરની શરૂઆત આ રીતે કરીને લોકોને પ્રેરણા પૂરી પાડી છે.

આ યુવકનું નામ સાગર છે અને તેને જણાવ્યું છે કે લોકો માને છે, કે આટલું બધું ભણ્યો છતાં આટલું નાનું કામ કઈ રીતે કરી શકે ત્યારે સાગર જણાવે છે કે કોઈપણ કામ નાનું નથી હોતું અને કામ કરવામાં ક્યારેય શરમ ન રાખવી જોઈએ કે સમય વેડફવા કરતા તો સારો છે કે આ નાનું કામ કરવું જીવનમાં સફળતા મેળવવા માટે અથાગ પરિશ્રમ ખૂબ જ જરૂરી છે. જેને સાગર એ સિદ્ધ કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેનેડામાં MBA કરીને આ પાટીદાર યુવકો અમદાવાદમાં આવીને “પટેલ ચાયવાલા” નામનું કાફે શરૂ કર્યું, દીકરીઓ માટે પાટીદાર યુવકે…"

Leave a comment

Your email address will not be published.


*