ગીર પંથકની કેસર કેરી સમગ્ર વિશ્વભરમાં પ્રખ્યાત છે અને હાલમાં ઉનાળાની અને ખાસ કરીને કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે કેસર કેરીના સ્વાદ રસીકો કેરી નો સ્વાદ ચાખવા માટે ઉત્સુક બની રહ્યા છે ત્યારે એપ્રિલ મહિનાથી ખાસ કેરીની આવક નોંધાઈ રહી છે
ત્યારે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની 417 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જુનાગઢ માર્કેટિંગ યાર્ડ માર્કેટ 417 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી અને એક મણ કેરીનો ઊંચો ભાવ 2800 રૂપિયા હતો જ્યારે નીચો ભાવ 1,000 રૂપિયા બોલાયો હતો.માર્કેટિંગ યાર્ડમાં હાલમાં કેરીની સારી એવી આવક નોંધાઈ રહી છે
અને આવનારા સમયમાં હજુ પણ આ ભાવ ઘટશે તેવી સંભાવના છે. કેસર કેરી અને અન્ય કેરીની સૌથી વધારે આવક 18 એપ્રિલના રોજ 1883 ક્વિન્ટલની નોંધાય હતી જ્યારે પણ એક મણનો કેરીનો ખૂબ ઓછો ભાવ હતો અને હાલમાં માર્કેટિંગ યાર્ડના ભાવ પ્રમાણે જો મિત્રો વાત કરવામાં આવે
તો એક બોક્સ નો ભાવ 1000 થી 1400 રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે અને જ્યારે આ જ બોક્સ બજારમાં આવે છે ત્યારે તેના 2000 થી 2500 રૂપિયા બોલાતા હોય છે.હાલમાં માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી વલસાડની કેરી અને રત્નાગીરી કેરીની આવક નોંધાઈ રહી છે
અને આ વખતે કેસર કેરીની આવક 20 થી 25 દિવસ મોડી હોવાનું માર્કેટિંગ યાર્ડના મેનેજર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને આગામી ચારથી પાંચ દિવસમાં આ કેસર કેરીની આવક વધશે તેથી તેના ભાવ ઘટશે તેનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment