દેશમાં મોંઘવારી સતત વધી રહી છે અને સાથે કોરોના મહામારી ના કારણે લોકો આર્થિક સંકટમાં ફસાયા હતા. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જેના લીધે તેની અસર સામાન્ય જનતા પર પડી રહી છે. આપને જણાવી દઇએ કે દેશમાં ફરી એકવાર ડીઝલના ભાવમાં વધારો થયો છે.
બે મહિનાથી વધુ સમય પછી દેશમાં આજે ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. આજે ઓઇલ માર્કેટિંગ કંપનીએ ડીઝલમાં 20 થી 22 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. જો કે આપને જણાવી દઇએ કે પેટ્રોલના ભાવ હાલ સ્થિર રાખવામાં આવ્યા છે.
દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર થી વધીને 88.82 રૂપિયા પ્રતિ લીટર થયું છે.તે સમયે મુંબઈમાં ડીઝલની કિંમત 96.19 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 96.41 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.જો આજે આપણે ફૂડ ઓઇલ ના ભાવમાં વાત કરીએ તો ગઈકાલે તેમાં ઘટાડો થયો હતો.
ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ વાગ્યે તેની નવી કિંમતો લાગુ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલની કિંમત માં ડીલર, કમિશન અને એક્સાઇઝ ડ્યુટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બમણા થઈ જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment