વૈશ્વિક બજારમાં ફૂડ ઓઈલ મોંઘું થતાં ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં પણ વધારો થઈ શકે છે. જોકે કેટલો વધારો કરાશે તે અંગે કોઈ ફોડ પડાયો નથી.સરકારી સૂત્રો ના જણાવ્યાનુસાર 2 મે ના દિવસે વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવવાના છે.
જે પછી ગમે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે.આ દરમિયાન સરકારે જેટ ફ્યુઅલ માં ભાવમાં 6.7 ટકાનો વધારો ઝીંકી દીધો છે. સરકારી માલિકીની ઓઈલ કંપનીઓએ થયેલી ખોટ ની ભરપાઈ કરવા.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તબક્કવાર 2-3 રૂપિયાનો વધારો કરવાનું વિચારી રહી છે.મે ના પહેલા અઠવાડિયામાં પહેલા તબક્કાવાર વધારા માટે તૈયાર રહેવું પડશે.
ફેબ્રુઆરી 27 પછી આ બંને ઈંધણ ના ભાવમાં કોઈ વધારો કરાયો નથી. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ આજે 90.40 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 80.73 રૂપિયા પ્રતિ લીટર છે.
આર્થિક રાજધાની મુંબઈમાં આજે પેટ્રોલના ભાવ 96.83 રૂપિયા અને ડીઝલના ભાવ 87.81 રૂપિયા છે. ઇન્ડિયન ઓઇલ ની વેબસાઈટ મુજબ મુંબઈમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવ 100.26 રૂપિયા પ્રતિ લીટર છે.
અને કોલકાતામાં પેટ્રોલનો ભાવ 90.62 અને ડીઝલનો ભાવ 83.61 રૂપિયા પ્રતિ લીટર છે ત્યારે ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 92.43 અને ડીઝલનો ભાવ 85.75 રૂપિયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment