તહેવાર ની સીઝનમાં વાહનોના કરોડો રૂપિયાના મેમો વસૂલવા પોલીસે ઘડ્યો આ પ્લાન, વાહનો કાઢતા પહેલા આ અહેવાલ એક વાર વાંચી લેજો

શહેરના લાખો લોકો પર દિવાળી પહેલા 1.10 અબજ રૂપિયાનું દેવું છે અને એ દેવું પણ ટ્રાફિક પોલીસનું છે. કોરોના પછી ધંધા-રોજગાર માંડ પાટે ચઢી રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ ફરી એક વખત નિયમભંગ ની કડક કાર્યવાહી એક વાર ફરી શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ વાહન ચાલકને ઝડપી લીધા પછી એક સાથે અનેક ની વરણી કરવા લાગતા લોકો હતપ્રભ થઈ જાય છે.ટ્રાફિક પોલીસે વીતેલા પાંચ વર્ષ દરમિયાન મેમો ફટકારવામાં આવ્યો હોય અને દંડ ભરપાઈ કરાયો ન હોય તેની ઉઘરાણી શરૂ કરી છે.

છ મહિના પહેલા કુલ 59 લાખ મેમાની વસૂલાત બાકી હતી તેમાંથી અંદાજે 18 લાખ જુના મેમાના કરોડો રૂપિયા વસૂલી ચૂક્યા છે. આમ છતાં 110 કરોડ રૂપિયાની ઉઘરાણી કરવા નું હજી બાકી છે.ટ્રાફિક મેમા ની જૂની વસૂલાત કરવા માટે તમામ ટ્રાફિક પોલીસને સૂચના આપી દેવામાં આવી છે.ટ્રાફિક પોલીસના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં વર્ષ 2015 થી ઇ ચલણ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.

રસ્તા પર ઉભા રહીને ટ્રાફિક પોલીસ દંડ વસૂલાત કરે છે.આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને સમગ્ર શહેરને સીસીટીવી પ્રોજેક્ટમાં સાંકળી લેવામાં આવ્યું છે. શહેરમાં 120 જેટલા મુખ્ય ટ્રાફિક સિગ્નલ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાથી ટફિક નિયમ ભંગ કરનાર વાહનચાલકને મેમો એટલેકે ઇ ચલણ ઘરે પહોંચતા કરવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં વર્ષ 2015 થી શરૂ કરવામાં આવેલ ઇ ચલણ મેમો સિસ્ટમથી એક કરોડથી વધુ મેમો મોકલી ચુક્યા છે. છ મહિના પહેલા પોલીસે જુના મેમાની દંડની વસૂલાત શરૂ કરી ત્યારે કુલ 59 લાખ ની વસૂલાત બાકી હતી.હવેથી ટ્રાફિક સિગ્નલ ભંગ, સ્ટોપ લાઈન ભંગ, ચાર રસ્તા પર રોંગ સાઇડમાં નીકળી.

તેવાવાહનચાલકોને ઘરે બેઠા ઇ ચલણ મેમો મોકલવામાં આવે છે.દંડની ન્યુનતમ રકમ 500 રૂપિયા થઈ ચૂકી છે. સરકારના આ નિયમથી જનતાને ઘણું નુકસાન થશે. સરકારે પોતાના લાભ માટે આ નિયમ લાગુ કર્યો છે. તેથી સરકાર પોતાનું દેવ ચૂકવવા માટે આ નિયમ લાગુ કર્યો છે.

એક જ પ્રકારનો નિયમન કરવામાં આવે તો દંડની રકમ દોઢ ગણી કે બે ગણી થઈ જાય છે.આ સંજોગોમાં ટ્રાફિક મેમા ની રકમ ભરપાઇ ન કરી હોય તો ત્રોસ્તાન રકમ ભરવાની વખત આવી શકે છે. ટ્રાફિક અધિકારીના સૂત્રોનું કહેવું છે કે,અનેક કિસ્સામાં વાહન ના નંબરના આધારે તપાસ કરવામાં આવે.

ત્યારે સરનામું ખોટું હોય અથવા તો ઘર બદલી નાખવામાં આવ્યા હોવાનું જણાવી રહ્યું છે.મોટી રકમનાં એમાં બાકી હોય અને આવી સ્થિતિ જણાય તો વાહન માલિક સુધી પહોંચવા માટે પોલીસ તમામ કાર્યવાહી કરી શકે છે.

લાંબા સમયથી બાકી રકમની વસૂલાત માટે ટ્રાફિક પોલીસ તપાસ કરવાનું શરૂ કર્યું છે અને પ્રજાજનો પણ ઓનલાઇન ચેક કરી પોતાના બાકીના મેમાની જાણકારી મેળવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*