કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં શાળાઓ ખોલવા અંગે આ ચાર મુદ્દા ને લઈને શાળા ખોલવાની તૈયારી

Published on: 12:33 pm, Sat, 24 October 20

કોરોના મહામારી ના કારણે છેલ્લા કેટલાક મહિનાથી શાળાઓ બંધ છે ત્યારે રાજ્ય સરકારે આખરે દિવાળી પછી એટલે કે 23 મી નવેમ્બર બાદ શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી છે. ફિઝિકલ સ્કૂલો શરૂ થશે પરંતુ ઓનલાઇન શિક્ષણ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે. વાલીઓને વિકલ્પ આપવામાં આવશે કે તેઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માંગે છે અથવા તો ઓનલાઇન જ ભણાવવા માંગે છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્કૂલો શરૂ કરવામાં સોશ્યલ દિસ્ટણનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે અને.

વિદ્યાર્થીઓ સ્કૂલમાં હજી પણ જે તે દિવસે 50 ટકા જ રાખવામાં આવશે એટલેકે વિદ્યાર્થીઓને વારાફરતી શાળાએ બોલાવવામાં આવશે.23મી નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાનું સરકારનું આયોજન છે. પ્રથમ તબક્કામાં ધોરણ 9 થી 12 અને પ્રાથમિકમાં 6 થી 8 ના વર્ગો શરૂ કરવાનું આયોજન છે.

વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર થશે તો પણ દરેક દિવસે 50 ટકા બાળકોને જ એન્ટ્રી આપવામાં આવશે. સ્કૂલે બાળકને મોકલવું કે નહીં.

તેનો નિર્ણય બાળક વાલી લઇ શકશે. આ ઉપરના ચાર મુદ્દાઓને લઈને સરકાર શાળા ખોલવાની તૈયારીમાં છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!