કોરોના મહામારી ને કારણે જ્યારે દેશની જનતાને બે ટાઇમ ખાવામાં પણ ફાંફા પડે છે ત્યારે જનતાની સરકારે આફતને અવસરમાં સમજી રહા હોય તેવું લાગી રહ્યું છે. કોરોના મહામારી અને ભારે વરસાદને કારણે જ્યારે ખેડૂતોની પાયમાલ જેવી સ્થિતિ નું સર્જન થયું છે ત્યારે મધ્યપ્રદેશ સરકારે અમેરિકા થી 60 કરોડનું વિમાન ખરીધું છે. આથી મધ્ય પ્રદેશ સરકારની સામે કોંગ્રેસ સરકારે નારાજગી વ્યક્ત કરી છે.
ઉત્તર પ્રદેશના કોંગ્રેસ મીડિયા સેલના લલન કુમારે ટ્વીટ કરીને કહ્યું હતું કે જ્યારે મધ્ય પ્રદેશ સરકાર ને બે લાખ દસ હજાર કરોડનું દેવું છે ત્યારે ભાજપની શિવરાજ સિંઘ ની સરકારે 60 કરોડનું વિમાન ખરીધું. મંગળવારે સાંજે આ વિમાન અમેરિકા થી ભોપાલ પહોંચ્યું હતું. આ વિમાનમાં પાયલોટ સહિત નવ લોકો પ્રવાસ કરી શકે છે. આધુનિક સગવડોથી સજ્જ આ વિમાન દર કલાકે 574 કિલોમીટર કાપી શકે છે અને આ વિમાન જમીનથી 35 કિલોમીટર ઊંચે ઊડી શકે છે.
ભાજપે વળતો પ્રહાર કર્યો
ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે આ વિમાન ની પરમિશન કોંગ્રેસી મુખ્ય પ્રધાન કમલનાથે આપી હતી. મધ્યપ્રદેશ સરકારે તો માત્ર ખાલી ડીલેવરી જ લીધી છે. કોંગ્રેસ ને આ વિમાન સામે વાંધો હોય તો કમલનાથે મોકલેલી ફાઈલ પાછી કેમ ન મોકલાવી અને પ્રધાનમંડળ પાસે આ વિમાન માગવાની મંજૂરી દરખાસ્ત કેમ ન કરાવી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!