ગુજરાતમાં કોરોનાવાયરસ બેકાબૂ થઈ ગયો છે એવામાં રાજ્યની તમામ હોસ્પિટલો કોરોના ના દર્દી ફૂલ થઇ ગઇ છે. રાજ્યમાં પ્રતિદિન ૬ હજારથી પણ વધારે કોરોના કેસ પોઝિટિવ આવી રહ્યા છે. તેવામાં ગુજરાતના સૌરાષ્ટ્રના મોટાભાગના ગામડાઓ સ્વેચ્છિક લોકડાઉન કરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બે શહેરમાં લાગ્યું સ્વેચ્છિક લોકડાઉન. તાપી જિલ્લાના સોનગઢમાં 15 એપ્રિલથી 21 એપ્રિલ સુધી લોકોએ સ્વયંભૂ લોકડાઉન ની જાહેરાત કરી છે.
લોકડાઉન દરમિયાન શહેરમાં સવારના સાત વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે. શહેરમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ અને મેડિકલ ખુલ્લા રહેશે આ સિવાય બાકીનું બધું બંધ રહેશે.
કોઈપણ વ્યક્તિને કામ વગર ઘરની બહાર નીકળવું નહીં અને માર્ક ફરજીયાત પહેરવું.રાજ્યમાં મહુવા બીજું એવું શહેર છે કે જ્યાં પાંચ દિન સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. આજ રાતથી જ લોકડાઉન શરૂ થશે.
લોકડાઉન 14 એપ્રિલ થી પાંચ દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે. આ શહેરમાં પણ આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે બાકી બધી દુકાનો બંધ રહેશે અને જો કોઇ આ નિયમનું ભંગ કરશે.
તો તેને વિરોધ કડક કાર્યવાહી કરવામાં આવશે સોમવારના રોજ છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા હતા જ્યારે વધુ 55 લોકોના મૃત્યુ થયા હતા.
ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મહાત આપી છે. તેની સાથે અત્યાર સુધીમાં 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment