કોરોના ના વધુ પડતા કેસો વચ્ચે લોકડાઉન અંગે નિર્મલા સીતારમણે કહી આ મોટી વાત, શું ફરી દેશમાં થશે લોકડાઉન ?

Published on: 4:52 pm, Wed, 14 April 21

દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ખૂબ જ ભયાનક બની રહી છે તેમ છતાં કેન્દ્ર સરકારની લોકડાઉન કરવાની કોઈ પ્રકારની યોજના નથી. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે વિશ્વ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં.

સરકારે મોટા પાયે લોકડાઉન લાગુ નહીં કરે ફક્ત સ્થાનિક કન્ટેન્મેન્ટ દ્વારા મહામારીનો સામનો કરશે તેવું તેમણે સ્પષ્ટ કર્યું હતું.નાણા મંત્રાલયની ટ્વીટમાં લખ્યું હતું કે.

નાણામંત્રીએ વિશ્વ બેંકના પ્રમુખ સાથે મહામારીની બીજી લહેર નો સામનો કરવા માટે ભારત તરફથી ઉઠાવવામાં આવતાં પગલાંની સમીક્ષા શેર કરી હતી.

નાણા મંત્રીએ કહ્યું હતું કે, બીજી લહેર સાથે અમે સંપૂર્ણપણે સ્પષ્ટ છીએ કે,મોટા પાયે લોકડાઉન લાગુ નહીં કરવામાં આવે. અમે અર્થતંત્રને સંપૂર્ણપણે અવરોધવા નથી માંગતા.

સ્થાનિક સ્તરે દર્દીઓના આઇસોલેશન કે હોમ કવોરેન્ટાઇન દ્વારા સ્થિતિ સંભાળી શકાશે. બીજી લહેર ને સંભાળી લેવાશે અને લોકડાઉન નહિ લાગુ કરાય.

કોરોના થી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ કોરોના ના દર્દીઓ નો ગ્રાફ ઝડપથી ઉંચો જઈ રહ્યો છે.

કોરોના સંકટ ને કાબુમાં લેવા માટે મહારાષ્ટ્ર માં બ્રેક ધ ચેઇન અભિયાન અંતર્ગત 15 દિવસ સુધી કલમ 144 લાગુ રહેશે અને આ દરમિયાન ફક્ત જરૂરી સેવા માટે જ ઘરેથી બહાર નીકળી શકાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ના વધુ પડતા કેસો વચ્ચે લોકડાઉન અંગે નિર્મલા સીતારમણે કહી આ મોટી વાત, શું ફરી દેશમાં થશે લોકડાઉન ?"

Leave a comment

Your email address will not be published.


*