આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જંગી બહુમતીથી જીતવાનો દાવો કર્યો છે. તેમને કહ્યું કે ગુજરાતમાં જ્યાં પણ જાય ત્યાં લોકો પરિવર્તનની વાતો કરે છે. તેમને સમાજના વિવિધ વર્ગો સાથે વાતચીત કરી અને એક હીરાના કારખાના ની મુલાકાત પણ લીધી હતી અને કેટલાક કામદારો સાથે તેમની સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
સોમવારે સુરતમાં તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલ ને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને જાહેર સભાને સંબોધી હતી અને જાહેર સભાને સંબોધતા તેમને કહ્યું કે આ અભિયાન દરમિયાન હું રાજ્યની વિવિધ ગલીઓ અને ગામડાઓની મુલાકાત લઇ રહ્યો છું અને દરેક જગ્યાએ લોકો કહી રહ્યા છે કે માત્ર અમારે ત્રણ વસ્તુઓ જોઈએ છે જે છે પરિવર્તન પરિવર્તન અને પરિવર્તન.
તેમને કહ્યું કે આમ આદમી પાર્ટી આમ લોકોની પાર્ટી છે ને ગુજરાતની જનતા પાસે કોઈ વિકલ્પ નથી અને છેલ્લા 27 વર્ષથી ભાજપ સરકાર ચાલે છે જેનાથી લોકો કંટાળી ગયા છે અને પરંતુ તેઓએ એક સારો નિબંધ ના વિકલ્પ શોધી કાઢ્યો છે અને લોકો ઈચ્છે છે કે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ સારું કામ થાય.
ગુજરાતીઓ જે રીતે ભારતમાંથી બ્રિટિશ શાસનને ઉથલાવી દીધું હતું તે રીતે હવે તેઓ ભાજપને પણ ઉથલાવી દેવા તૈયાર છે. ડાયમંડ સિટી સુરતના લોકોના વખાણ કરતા તેમને કહ્યું કે હું ધન્ય છું કે મને તમારી સમસ્યાઓ સાંભળવાની અને તમારા બધા સાથે વિચારો વ્યક્ત કરવાનો મોકો મળ્યો છે અને તમે બધા એક હીરા સમાન છો. આપ બધા પોતપોતાના ક્ષેત્રમાં સખત મહેનત કરી રહ્યા છો અને હું વિશ્વાસ અપાવું છું કે ગુજરાતની સુધારણા માટે લગન થી કામ કરીશું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment