ગુજરાતમાં કોરોના ના કેસો ખૂબજ વધી રહ્યા છે. તેવામાં સરકારની સહાય માટે મહેસાણામાં આવેલું પાટીદાર સમાજનું આસ્થા કેન્દ્ર ઉમિયાધામ મંદિરે આપી સહાય. ઉમિયાધામ આ મંદિરે કોરોના ની સારવાર માટે કેમ્પસ ખુલ્લા મુકી દેવાયા છે.
ઉમિયા ધામ મંદિર ટ્રસ્ટે આ કેમ્પસ નો ઉપયોગ કરવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ને સામેથી પત્ર લખીને મદદ રજૂ કરી. ઉમિયા ધામ મંદિર મહેસાણા માં ઊંઝામાં આવેલું છે.
ઊંઝાના લોકોએ આવતીકાલથી સ્વૈચ્છિક લોકડાઉન કરવાની જાહેરાત કરી દેવાઇ છે. શહેરના વેપારી એસોસિયેશન દ્વારા સ્વેચ્છિક લોકડાઉન નો નિર્ણય લેવાયો હતો. શહેરમાં મેડિકલ સ્ટોર અને દૂધ ની દુકાન જરૂર રહેશે.
આના સિવાયની બધી દુકાનો બંધ રહે છે અને કોઈપણ વ્યક્તિને કામ વગર ઘરની બહાર નીકળવાનું પ્રતિબંધ રહેશે જોવા નિયમનો ભંગ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તાત્કાલિક મહેસાણામાં સાઈ ક્રિષ્ના હોસ્પિટલ માં કોવિડ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
હોસ્પિટલને 24 કલાકમાં આદેશ આપી દીધો છે કે કોવિડ હોસ્પિટલ ની તમામ કાર્યવાહીઓ શરૂ કરી દે અને આદેશ મુજબ વેન્ટિલેટર અને ઓક્સિજન સાથે હોસ્પિટલ તૈયાર રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment