મિત્રોમિત્રો ઘણી વખત આપણી સામે અમુક એવી ઘટનાઓ સામે આવતી હોય છે. જે સાંભળીને આપણે પણ હચમચી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. મિત્રો તમે સાંભળ્યું હશે કે એક મા-બાપ પોતાના દીકરા માટે દુનિયાની મોટામાં મોટી મુસીબત નો સામનો કરતા હોય છે.
પરંતુ શું તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે માં-બાપે મળીને પોતાના સગા દીકરાનો જીવ લેવડાવ્યો હોય. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના હૈદરાબાદ થી સામે આવી રહી છે. અહીં એક માતા પિતાએ 8 લાખ રૂપિયાની સુપારી અપાવીને પોતાના સગા દીકરાનો જીવ લેવડાવ્યો છે.
આ ઘટના બનતા જ ચારેબાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ સાઈરામ હતું. તેના પિતા રામસિંહ એક સરકારી સ્કૂલમાં પ્રિન્સિપલ હતા. આ ઘટનાને લઈને પોલીસે રામસિંહ અને તેની પત્નીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત સોપારી લેનાર ચાર અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મૃત્યુ પામેલા દીકરાની ઉંમર 26 વર્ષની હતી તે તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો. મળતી માહિતી અનુસાર સાઈરામે ભણવાનું છોડી દીધું હતું અને દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું.
દારૂ માટે પૈસા ન આપે તો તે તેના માતા પિતાની મનફાવે તેમ ધુલાઈ કરતો હતો. કંટાળીને આરોપી માતા પિતાએ દીકરાનો જીવ લેવા માટે સુપારી આપી હતી. આરોપીઓ મૃતકને મંદિરમાં લઈ ગયા હતા અને ત્યાં તેને ખૂબ જ દારૂ પીવડાવ્યું હતું. ત્યારબાદ દોરડાથી ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, 18 ઓક્ટોબરના રોજ આરોપી સત્યનારાયણ અને રવિ પરિવારની ગાડીમાં સાઈરામને એક મંદિરમાં લઈ ગયા હતા. ત્યાં બીજા આરોપીઓએ તેમને મળ્યા હતા. બધાએ સાથે મળીને દારૂ પીધો હતો ને નશામાં આવી ગયા બાદ સાઈરામનું દોરડા વડે ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ આરોપીઓએ મૃતક યુવકનું મૃતદેહ નદીમાં ફેંકી દીધું હતું.
મળતી માહિતી અનુસાર માતા પિતાએ દીકરાનો જીવ લેવા માટે કેટલાક આરોપીઓને સુપારી આપી હતી. જીવ લેવા માટે દોઢ લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા. બાકીના 6:30 લાખ રૂપિયા જેવું લીધાના ત્રણ દિવસ બાદ આપવાનું નક્કી કર્યું હતું. મળતી માહિતી અનુસાર દારૂડિયા દીકરાના ત્રાસથી માતા-પિતાએ આ પગલું ભર્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment