હાલમાં બનેલી એક હચમચાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક બસ ચાલકની ટક્કરના કારણે બાઇક સવાર યુવકનું કારણ મૃત્યુ નીપજ્યું હતું. બસની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર યુવકનું અકસ્માતની ઘટનામાં માથું ફાટી ગયું હતું. આ કારણસર તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના નજરે જોનાર લોકોની ચીસો નીકળી ગઈ હતી.
આ અકસ્માતની ઘટના જોધપુરના બોરાનાડા પોલીસ સ્ટેશન વિસ્તારના પાલ બાયપાસ રોડ ઉપર બની હતી. બપોરના 2.45 વાગ્યાની આસપાસ બાઈક પર સવાર થઈને જતા 22 વર્ષના સાહિલ નામના યુવકને બસે જોરદાર ટક્કર લગાવી હતી. સાહિલે હેલ્મેટ પહેર્યું હતું છતાં પણ માથું ફાટી જતા તેનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું.
વિગતવાર વાત કરીએ તો સાહિલ કન્સ્ટ્રક્શનનું કામ કરતો હતો. અકસ્માતની ઘટનામાં તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ગંભીર અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટના સ્થળે પોલીસ પહોંચ્યા બાદ લોકોએ પોલીસની મદદથી સાહિલને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યો હતો.
પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સાહિલને મૃત જાહેર કર્યો હતો. સાહિલના મૃત્યુના સમાચાર મળતા જ તેના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મૃત્યુ પામેલો સાહિલ 5 બહેનોનો એકમાત્ર ભાઈ હતો. પાંચ બહેનોના એકલા લાડકવાયા ભાઈનું મોત થતા પરિવાર ઉપર આપ તૂટે પડ્યું હતું. લોકો એવું કહી રહ્યા છે કે બસે હેલ્મેટ સહિત સાહિલ નું માથું ફાડી નાખ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે બસ કબજે કરીને ડ્રાઇવરને કસ્ટડીમાં લઈ લીધો છે. સાહિલ ના પરિવારજનોએ બસ ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાહિલના મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવશે.
સાહિલ ના સંબંધીઓએ જણાવ્યું કે, સાહિલ તેના પિતા સાથે કન્સ્ટ્રક્શનનું કામ કરતો હતો. તેને ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હતો પછી પોતાના પિતા સાથે બાંધકામના કામમાં લાગી ગયો હતો. અને ઘટના બની તે દિવસે તે કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment