બાળકના જન્મ થાય તે પહેલા પિતાનું દર્દનાક મોત..! સુરતમાં નવમાં માળેથી નીચે પડતા યુવકનું કરુણ મોત, 5 દિવસ બાદ યુવકની પત્ની… દુઃખદ ઘટના સાંભળીને કાળજુ કંપી ઉઠશે…

સુરત શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવક સાથે કંઈક એવું બન્યું કે પરિવારના લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. સુરતના પાલ વિસ્તારમાં આવેલી યુનિવર્સલ બિલ્ડીંગના નવમા માળે કામ કરતો યુવક અચાનક જ ઉપરથી સીધો નીચે પડ્યો હતો.

આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃત્યુ પામેલો યુવક મૂળ બિહારનો રહેવાસી હતો. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. યુવકનું મૃત્યુ થતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો પાલ વિસ્તારના યુનિવર્સલ બિલ્ડીંગની બાજુમાં 30 વર્ષનો મુસફિક આલમ નામનો યુવક રહેતો હતો. યુવક યુનિવર્સલ બિલ્ડિંગમાં નવમા માળે કામકાજ કરતો હતો. આ દરમિયાન અચાનક તેની સાથે કંઈક એવું બન્યું કે તે નવમા માળેથી નીચે પડ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો યુવક મૂળ બિહારમાં આવેલા પુરણીયા જિલ્લાના ચોચામૌજા ગામનો વતની છે. યુવકના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. આ ઘટનામાં સૌથી દુઃખની વાત એ છે કે, મૃત્યુ પામેલા યુવકની પત્ની ગર્ભવતી છે અને તેને પાંચ દિવસ બાદ ડોક્ટરે ડીલેવરી માટેની તારીખ આપી છે. બાળકનો જન્મ થાય તે પહેલા પિતાનું મોત થતાં પત્ની સહિત પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું છે. યુવક કયા કારણોસર ઉપરથી નીચે પડ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. બાળક દુનિયામાં આવે તે પહેલા તેને પોતાની પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*