રસ્તા પર બેઠેલા ઢોરને બચાવવા જતા સર્જાયો એવો ભયંકર અકસ્માત કે… કારમાં સવાર માતા-પિતા અને ચાર વર્ષની દીકરીનું દર્દનાક મોત…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે બુધવારના રોજ રાત્રિના સમયે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. આ ઘટના બનતા જ મૃતકના પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો.

આ ઘટનામાં માતા-પિતાની સાથે ચાર વર્ષની દીકરીનું કરુણ મોત થયું છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ડોક્ટરે ત્રણેયની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના જબલપુરમાંથી સામે આવી રહી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, ખેડૂત ઓમ શ્રી સિંહ ઠાકુર તેની ગર્ભવતી પત્નીને સારવાર કરાવવા માટે પોતાની પત્ની સવિતા સિંહ ઠાકુર અને 4 વર્ષની દીકરી સાથે કારમાં જબલપુર ગયો હતો. જ્યારે તેઓ જબલપુર થી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં જબલપુર-ભોપાલ નેશનલ હાઈવેના શાહજપુર ગામમાં રસ્તા પર બેઠેલા પશુને બચાવવા જતા ઓમશ્રી સિંહ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

જેના કારણે બેકાબુ બનેલી કાર પુલ સાથે અથડાઈ હતી અને ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત ઘટનાની માહિતી પોલીસને આપી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે સ્થાનિક લોકોની મદદથી કારમાં ફસાયેલા ઓમશ્રી સિંહ તેની પત્ની અને દીકરીને બહાર કાઢ્યા હતા.

પછી તેને ઈજાગ્રસ્તના હાલતમાં સારવાર માટે મેડિકલ કોલેજમાં લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોના એક સાથે મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*