આજના આધુનિક યુગમાં લોકો પોતાનું કરિયર બનાવવા માટે વિદેશ જાય છે, પરંતુ વિદેશમાં ઘણી વખત ભારતીય લોકોના મૃતદેહ મળી આવતા હોય છે. આવી જ એક ઘટના અમેરિકામાં ગુમ થયેલી ભારતીય યુવતીનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી 12 મહિના રોજ થયેલી 25 વર્ષીય ભારતીય યુવતી નો મૃતદેહ પડોશી રાજ્ય ટેક્સાસથી લગભગ 322 કિમી દૂર રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો છે.
25 વર્ષીય લહરી પથિવાડા નામની છોકરી છેલ્લે McKinney ના પાટનગરમાં કામ કરવા માટે બ્લેક ટોયોટા ચલાવતી જોવા મળી હતી. લહરી પથિવાડાના મૃત્યુના સમાચાર ટેક્સાસ રાજ્યના WOW કોમ્યુનિટી ગ્રુપમાં શેર કરવામાં આવ્યા હતા. જેમાં તેણીને ગુમ થયાના સમાચાર આપવામાં આવ્યા હતા,
જલ્દીથી આ યુવતી ને શોધવાની મદદ કરવા અપીલ કરવામાં આવી છે. લહરી પાથીવાડા ટેક્સાસમાં કોલિન્સ કાઉન્ટીના મેકકિની વિસ્તારમાં રહેતી હતી અને છેલ્લે ડલ્લાસ ના પાટનગરમાં એલ ડોરાડો પાર્ક અને હાર્ડિન બુલેવાર્ડ વિસ્તારની આસપાસ બ્લેક ટોયોટા કાર ચલાવતી જોવા મળી હતી.
અહેવાલ મુજબ લહરી પાથીવાડા નું મૃતદેહ 13 મે ના રોજ ઓકલાહોમામાં મળી આવ્યો હતો. જોકે તેમના મૃત્યુ અંગે હજી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી, 22મી મે ના રોજ કામ કર્યા બાદ તે ઘરે પરત ન ફરતા તેના પરિવારજનો ચિંતાચૂર બન્યા હતા.
ઓકલાહોમામાં તેના પરિવાર અને મિત્રોએ તેના ફોન ટ્રેક કર્યા બાદ પોલીસને તેના ગુમ થવા અંગે જાણ કરી હતી. લહરી પાથિવાડા ના ફેસબુક પેજ મુજબ તેણી ઓવરલેન્ડ પાર્ક પ્રાદેશિક મેડિકલ સેન્ટરમાં કામ કરતી હતી અને યુનિવર્સિટી ઓફ કેન્સાસમાંથી ગ્રેજ્યુએટ થઈ હતી અને બ્લુ વ્હેલી વેસ્ટ હાઇ સ્કૂલમાં ભણતી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment