સાવ નાની એવી વાતમાં ઝઘડો થતાં પત્ની નહેરમાં કૂદી, પછી કંઈક એવું બન્યું કે… એક જ ઝટકામાં પરિવારના ત્રણ સભ્યોના મોત…

Published on: 7:05 pm, Fri, 26 May 23

આજકાલ સોશિયલ મીડિયા પર આપઘાત ના વીડીયાઓ ખુબ જ સામે આવી રહ્યા છે. સુરતમાં કેનાલમાં ઝંપલાવી ડૂબવાનો મામલો સામે આવ્યો છે, સુરતના(Surat) માંડવી તાલુકામાં(Mandvi Taluka) રહેતા કાળીદાસ છગનભાઈ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. કાલિદાસ તેમના પત્ની શીલાબેન અને પુત્ર નરેશ અને પુત્રવધુ મનિષા સાથે રહેતા હતા,

તેમના દીકરા નરેશ ના લગ્ન એક વર્ષ પહેલાં જ મનીષા સાથે થયા હતા. નરેશ પહેલા તડકેશ્વર ખાતે ફેક્ટરીમાં નોકરીએ જતો હતો, પરંતુ છેલ્લા છ મહિનાથી નોકરીએ જવાનું છોડી દીધું હતું. શુક્રવારના રોજ નરેશ અને મનીષા વચ્ચે નોકરીએ જવાબ બાબતે ઝઘડો થયો હતો, જેનાથી મનીષા રિસાઈને ઘરેથી ચાલતા ચાલતા કાકરાપાર નહેર તરફ ચાલવા લાગી હતી.

કોઈ અંતિમ પગલું ન ભરે તે માટે પતિ નરેશ અને સાસુ શીલાબેન તેને રોકવા પાછળ ગયા હતા. નરેશ પત્નીને સમજાવે તે પહેલા જ પત્નીએ નહેરમાં ઝંપલાવી દીધું હતું. નજર સામે જ પત્નીને ડૂબતી જોઈ પતિ નરેશ એ પણ નહેરમાં ઝંપલાવ્યું હતું. નજર સામે દીકરા અને પુત્ર વધુને ડૂબતા જોઈ સાસુએ પણ નહેરમાં કૂદકો માર્યો હતો.

ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને ત્રણેય ની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન શુક્રવારે સાંજના સમયે સાસુ શીલાબેન નો મૃતદેહ મળ્યો હતો, પરંતુ હજુ સુધી પત્ની મનીષા અને નરેશ નો કોઈ પતો ન લાગતા શોધખોળ શરૂ કરી હતી.

રાત દિવસ એક કરીને શોધ ખોળ કરી રહેલા જવાનોને નરેશ નો મૃતદેહ મળ્યો હતો, બોરીગાળા ગામની સીમમાં પસાર થતી કેનાલમાંથી નરેશ નું મૃતદેહ મળ્યો હતો. સાથે જ પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી દીધો હતો.

આ દરમિયાન હજુ સુધી મનીષા નો કોઈ પણ પત્તો નથી, પરણીતાની શોધખોળ માટે વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં સુખની લાગણી છવાઈ ગઈ છે, સાવ એટલે સાવ ન જીવી બાબતે વિખેર કરી નાખ્યો હતો. ઘણી વખત આવી નાની નાની બાબતોમાં લોકો આપઘાત કરી લેતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાવ નાની એવી વાતમાં ઝઘડો થતાં પત્ની નહેરમાં કૂદી, પછી કંઈક એવું બન્યું કે… એક જ ઝટકામાં પરિવારના ત્રણ સભ્યોના મોત…"

Leave a comment

Your email address will not be published.


*