હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં હોસ્ટેલના છઠ્ઠા મળે તે નીચે પડી જવાના કારણે એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો વિદ્યાર્થી પોતાના મિત્ર સાથે બાલ્કનીમાં બેઠો હતો.
જ્યારે વિદ્યાર્થી પોતાના રૂમમાં જાય છે ત્યારે તેનું બેલેન્સ બગડી ગયું હતું અને બાલ્કનીની જાળી તૂટતા જ તે છઠ્ઠા માળેથી નીચે પડી ગયો હતો. આ ઘટના બનતા હોસ્ટેલમાં ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. વિગતવાર વાત કરીએ તો આ ઘટના રાજસ્થાનના કોટામાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીની ઉંમર 20 વર્ષની હતી અને તેનું નામ ઇશાંશુ ભટ્ટાચાર્ય હતું.
ઇશાંશુ પશ્ચિમ બંગાળનો રહેવાસી હતો. તે કોટાના જવાહર નગર વિસ્તારમાં રહીને નીટની તૈયારી કરી રહ્યો હતો. ઇશાંશુના મૃત્યુના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર ઇશાંશુ વાત્સલ્ય રેસીડેન્સી નામની હોસ્ટેલના છઠ્ઠા માળે રહેતો હતો. 2022 માં ઓગસ્ટ મહિનામાં તે અહીં હોસ્ટેલમાં રહેવા માટે આવ્યો હતો.
ગુરૂવારના રોજ લગભગ રાત્રે 11.15 વાગ્યાની આસપાસ તેના ત્રણ મિત્રો સાથે બાલ કરીમાં બેસીને વાતચીત કરી રહ્યો હતો. થોડીક વાર બાદ ચારેય મિત્રો ઊભા થઈને પોતાના રૂમમાં જવા લાગે છે. રૂમમાં થતી વખતે ઇશાંશુ પોતાના ચંપલ પહેરવા લાગે છે ત્યારે તે પોતાનું બેલેન્સ ગુમાવી બેસે છે. જેથી બાલકનીની જાળી તૂટતા જ ઇશાંશુ છઠ્ઠા માળેથી નીચે પડી ગયો હતો.
આ ઘટના બનતા જ હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક ઇશાંશુને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ ઇશાંશુના પરિવારજનોને કરવામાં આવી હતી.
પરિવારના સભ્યો આવ્યા બાદ તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને પછી મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર હોસ્ટેલની દરેક બાલ્કનીમાં એલ્યુમિનિયમ ની જાળી લગાવવામાં આવી હતી.
હોસ્ટેલના છઠ્ઠા માળેથી અચાનક જ નીચે પડતા વિદ્યાર્થનું દર્દનાક મોત… જુઓ લાઈવ મૃત્યુના સીસીટીવી ફૂટેજ… pic.twitter.com/D9MS3Tv6GQ
— GUJJU ROCKZ (@gujju_rockz) February 3, 2023
આ જાળીઓ ખૂબ જ નબળી પડી ગઈ છે. આવામાં નબળી જાળી તૂટવાના કારણે એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment