ઉતાવળ બની ગઈ મોતની સજા..! સુરતમાં રિક્ષાને ઓવરટેક કરવા જતા મિત્રની નજર સામે મિત્રનું દર્દનાક મોત… જુઓ મોતના LIVE સીસીટીવી ફૂટેજ…

Surat, 18-year-old youth died in an accident: સુરત શહેરમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સુરતના ઉધના વિસ્તારમાં(Udhana area) એક યુવકને રિક્ષાને ઓવરટેક(Overtake) કરવી ભારે પડી ગઈ છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મિત્ર સાથે જતા યુવકનું બીઆરટીએસની રેલીંગ સાથે અથડાવાના કારણે મોત થયું છે. મૃત્યુ પામેલા યુવકની ઉંમર 18 વર્ષની(18-year-old youth died in an accident) હતી.

ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પરિવારના એકના એક દીકરાનું મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના પાંડેસના વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટીમાં 18 વર્ષીય રાકેશ નામનો યુવક પોતાના પરિવાર સાથે રહેતો હતો.

રાકેશ પરિવારનો એકનો એક દીકરો હતો. ઘટનાના દિવસે રાકેશ પોતાના મિત્ર સાથે બાઈક લઈને ઉધના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન રાકેશ આગળ જતી રિક્ષાને ઓવરટેક કરવા જાય છે. આ દરમિયાન રાકેશ સ્ટેરીંગ પરથી ગાબુ ગુમાવે છે. જેના કારણે રાકેશની બાઈક બીઆરટીએસની રેલીંગ સાથે અથડાઈ હતી.

મૃતકની ફાઈલ તસવીર

બાઈક બીઆરટીએસ ની રેલીંગ સાથે અથડાતા બંને યુવકો રોડ ઉપર ભટકાયા હતા. આ ઘટનામાં રાકેશના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી રાકેશને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. અહીં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન રાકેશનું મોત થયું હતું.

ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેન્દ્ર થઈ ગઈ હતી.

હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યા છે. મૃત્યુ પામેલો રાકેશ પરિવારનો એકનો એક દીકરો હતો. મિત્રો તમને જણાવી દે કે, મૃત્યુ પામેલા રાકેશના પિતાનું છ મહિના પહેલા જ અવસાન થયું હતું. પિતાના મૃત્યુ બાદ દીકરાનું મોત થતાં પરિવાર ભાંગી પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*