હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રેનની અડફેટેમાં આવતા એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. ટ્રેનની ટક્કર એટલી જોરદાર હતી કે યુવક હવામાં 100 ફૂટ ઉછળીને દૂર સુધી પડ્યો હતો. ત્યારબાદ યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
જાણવા મળી રહ્યું છે કે જ્યારે યુવક સાથે અકસ્માતની ઘટના બને ત્યારે તેના કાનમાં ઈયરફોન હતા. આ કારણોસર તેને ટ્રેનનો અવાજ સંભળાયો નહીં અને તે ટ્રેનની અડફેટેમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતા જ મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ દુઃખદ ઘટના છત્તીસગઢના દુર્ગા જિલ્લામાંથી સામે આવી રહી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા યુવકની ઉંમર 33 વર્ષની હતી અને તેનું નામ શશાંક દાસ હતું. એ બુધવારના રોજ બપોરના સમયે પોતાના મિત્રો સાથે ભિલાઈ તરફ ફરવા માટે ગયો હતો. ત્યારબાદ ત્રણેય મિત્રો એક રેલવે ટ્રેક પાસે કાર પાર્ક કરે છે અને રેલવે ટ્રેકની બીજી બાજુ ચા પીવા માટે બેઠા હતા.
શશાંકના મિત્ર એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, શશાંક હંમેશા પોતાના કાનમાં ઈયરફોન રાખતો હતો. ચા પીધા બાદ ત્રણેય મિત્રો રેલવે ટ્રેક ઓળંગીને બીજી બાજુ જઈ રહ્યા હતા. આ દરમિયાન શશાંકના બંને મિત્રોએ રેલવે ટ્રેક તો ક્રોસ કરી લીધો. થોડીક વાર પછી શશાંક રેલ્વે ટ્રેક ક્રોસ કરતો હતો. આ દરમિયાન થોડીક દૂર ઊભેલા બંને મિત્રોએ રેલવે ટ્રેક પર એક ઝડપી ટ્રેનને આવતી જોઈ.
ત્યારે બંને મિત્રોએ શશાંકને રેલ્વે ટ્રેકથી દૂર જવા માટે ઘણી બુમો પાડી પરંતુ શશાંકના કાનમાં ઈયરફોન હતા એટલે તેને કંઈ સંભળાયું નહીં. દૂર ઊભેલા મિત્રો કાંઈ સમજે તે પહેલા તો ઝડપી ટ્રેનની અડફેટેમાં શશાંક આવી ગયો હતો અને તે ફૂટબોલની જેમ હવામાં ફંગોળ આવીને દૂર જઈને પડ્યો હતો. ત્યારબાદ બંને મિત્રોએ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને શશાંકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
મૃત્યુ પામેલા યુવકના લગ્ન થોડાક વર્ષો પહેલાં જ થયા હતા. તેને સંતાનમાં એક વર્ષની બાળકી છે. શશાંકનું મોત થતા માસુમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવે છે. આ ઘટનાની માહિતી મળતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને રડી રડીને પરિવારજનોની હાલત ખરાબ થઈ ગઈ છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment