રાજકોટમાં ક્રિકેટ રમીને બહેનના ઘરે જતા ભાઈનું રસ્તામાં દર્દનાક મોત, પતિના મોતથી પત્નીએ હૈયાફાટ રૂદન કર્યું… ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે…

રાજકોટ શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં ક્રિકેટ રમીને બહેનના ઘરે જતા ભાઈનું રસ્તામાં દુઃખદ નિધન થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. બહેનના ઘરે ભાઈ પહોંચે તે પહેલા રસ્તામાં તેને હાર્ટ એટેક આવી ગયો હતો. આ કારણોસર ભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.

મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ ભરત બારૈયા હતું અને તેમની ઉંમર 40 વર્ષની હતી. ભરતભાઈ બારૈયા ડીસાના રહેવાસી હતા. તેઓ રાજકોટ ખાતે પિતરાઈ બહેનના દીકરાના લગ્ન પ્રસંગ માટે આવ્યા હતા.

આજરોજ ભરતભાઈ વહેલી સવારે શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમવા માટે ગયા હતા. ક્રિકેટ રમીએ ભરતભાઈ પોતાની બહેનના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને હાર્ટ એટેક આવી ગયો હતો. જેથી તેમની સાથે રહેતા મિત્રોએ ઘટનાની જાણ 108 ની ટીમને કરી હતી. પરંતુ એએમટીએ ભરતભાઈ ની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ભરતભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યું હતું. ભરતભાઈના ભાણેજનું આજે રિસેપ્શન હતું. પરંતુ આવા ખુશીના સમયમાં મામાનું મૃત્યુ થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.

આ બનાવની જાણ થતા ભરતભાઈ ની પત્ની, તેમના સાસુ સહિતના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ભરતભાઈનું મૃતદેહ જોઇને તેમની પત્નીએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ ઘટના બનતા જ હોસ્પિટલમાં ચારેય બાજુ ગમગીન છવાઈ ગઈ હતી.

રડતા રડતા ભરતભાઈ ના પત્ની કહેતા હતા કે, “મારે હવે ઘણી વગર નથી જીવવું”. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ભરતભાઈના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવશે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ભરતભાઈ ને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી અને તેમને સંતાનમાં કાંઈ ન હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*