મુંબઈના આ લારીવાળા પાસે કરોડોની મિલકત હોવાનો કિસ્સો સામે આવ્યો છે.આ મળતા સમાચાર અનુસાર લારી લગાવનાર પાસે મુંબઈમાં 10 ઘર અને બે મોંઘી કાર છે.ગુનાના આરોપમાં પોલીસે આ લારીવાળાની ધરપકડ કરી હતી.તે જ સમયે જ્યારે પોલીસે તપાસ કરી.
ત્યારે જાણવા મળ્યું કે લારીવાળા પાસે કરોડોની મિલકતો અને મોંઘી ગાડીઓ છે. પોલીસ તપાસમાં પોલીસ સમક્ષ જે બાબતો સામે આવી તે જાણીને બધાને આશ્ચર્ય થયું કે આ લારીવાળા પાસે આટલી બંધી સંપત્તિ આવી કયાંથી.સરકારી રેલવે પોલીસએ ખંડણીના આરોપમાં આ લારીવાળા ને અને તેની પત્ની અને અન્ય છ સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી.
તેમની સામે કડક મહારાષ્ટ્ર નિયંત્રણ સંગઠિત અપરાધ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે અને તેની ઘણી મિલકતો પણ જપ્ત કરી લેવામાં આવી છે.આ કેસ અંગે વધુ વિગતો આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીનું નામ સંતોષ કુમાર સિંહ ઉર્ફે બબલુ ઠાકુર છે.
પોલીસના જણાવ્યા અનુસાર બબલુ ઠાકુર રેલવે સ્ટેશનો પર લારી લગાવનાર લોકો પાસેથી પૈસા પડાવવાના આરોપમાં સામેલ હતો અને જેઓ પૈસા આપવાનો ઇનકાર કરતા હતા તેમના પર ખોટી રીતે માથાકૂટ કરતો હતો.
જો કોઈ બબલુ ઠાકુરને પૈસા આપવાની ના પાડતો તો તે તેમને હેરાન કરતો હતો.પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ સામે અન્ય જોગવાઈઓ સહિત કડક MCOCA જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મુંબઈના દાદર જીઆરપીના વરિષ્ઠ નિરીક્ષક જ્ઞાનેશ્વર કાતકરે જણાવ્યું હતું કે ઠાકુર અને તેની પત્ની રીટા સિંહ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે અને તેમાંથી ઘણા હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે.“અમે ઠાકુર,તેની પત્ની અને અન્ય છ સહયોગીઓ સામે MCOCA હેઠળ ગુનો લગાવ્યો છે.
તેમની કરોડોની મિલકતો પણ જપ્ત કરી છે.તેની સામે છેલ્લો કેસ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 387 (ખંડણી) અને 392 (લૂંટ) હેઠળ નોંધવામાં આવ્યો છે.પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે અને આવનારા સમયમાં વધુ ઘણી બાબતો સામે આવી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment