આજની આ સ્વાર્થી દુનિયામાં પણ ઘણા એવા લોકો હોય છે કે જેઓ બીજાનું સારું ઈચ્છે ને તેઓની મદદ કરતા હોય છે, ત્યારે આવી આપણી મદદ થી કોઈનું જીવન સુધરી જાય તો ખૂબ જ પુણ્યનું કામ કહી શકાય. એવામાં જ આજે આપણે વાત કરીશું તો સમાજ સેવા કરતા યુવકોએ દાદા ને નવજીવન દાન આપીને માનવતા મહેકાવી છે.
આજે ઘણા લોકો એવા હોય છે કે જેઓ આવા જરૂરિયાત મંદ વ્યક્તિઓની મદદ કરીને પ્રેરણા રૂપ ઉદાહરણ પૂરું પાડતા હોય છે. ત્યારે આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એ યુવકોને ત્રણ મહિના પહેલા એવી માહિતી મળી હતી કે અમદાવાદમાં આ વિસ્તારમાં એક વૃદ્ધ દાદા ખૂબ જ દૈનિક હાલતમાં પોતાનું જીવન જીવી રહ્યા છે અને બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
એવામાં જ સમાજ સેવા કરતા એ યુવકો તેમની મદદ દોડી ગયા. જ્યારે એવું કોઈ એ દાદા ને જોયા ત્યારે તેમની સ્થિતિ જોઈને યુવકો પણ ખૂબ જ ભાવુક બની ગયા હતા. એ વૃદ્ધ દાદા નાનું મોટું કામ કરીને પોતાનું ગુજરાત ચલાવતા હતા. તેથી યુવકો તેમની મદદ એ દોડી ગયા.
ત્યાં તેમને સરકાર તરફથી ચાલતા આશ્રય ગૃહમાં રાખવામાં આવ્યા તેથી એ દાદાનું પણ જીવન સુધરી ગયું. અહીં ખાવા પીવાની અને રહેવાની સગવડ આપવામાં આવે છે, ત્યારે એ યુવકોએ તેમનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો.
જેથી હાલ એ વિડિયો ખૂબ જ વાયરલ થયો તેથી તેની દીકરી સુધી પહોંચી ગયો હતો અને તરત જ એ દીકરીએ સંસ્થાનો સંપર્ક કરીને અમદાવાદમાં તેમાં માનીતા ભાઈ રહે છે તેના ઘરે એ દાદા ને પહોંચાડવા વિનંતી કરી. એ દીકરીએ કહ્યું કે પોતાના પિતાને ઘણા સમયથી શોધી રહ્યા હતા ત્યારે એ પિતાને જલ્દી જ તેની સાથે લઈ જશે અને દીકરીએ તે યુવકોનો ખૂબ જ આભાર માન્યો.
આવી રીતે એ પિતાને નવો જીવનદાન મળ્યું ત્યારે યુવકો પણ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા હતા. આવા ઉધારદીલ ના લોકોની જ આ દુનિયામાં જરૂર છે ત્યારે યુવકોએ એક દાદા ને નવું જીવનદાન અપાવ્યું સાથે તેમને આવું કાર્ય કરીને સમાજમાં માનવતા પણ મહેકાવી છે. Credit By – SARVA SAMARTH FOUNDATION
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment