કોરોના ને લઈને રાજ્યમાંથી આવ્યા એવા સમાચાર કે કેન્દ્રને પણ લેવી પડી નોંધ,જાણો વિગતે

Published on: 9:07 pm, Fri, 28 August 20

ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીમાં પ્રકોપ હાલમાં યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં અનેક વખત કોરોના ના આંકડા છુપાવવા અંગે આક્ષેપ લાગ્યા છે. ગુજરાત રાજ્યમાં હાલમાં રિકવરી રેટ પણ સારો છે અને મૃત્યુદરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અગાઉ 2.3% મૃત્યુદર હતો જે ઘટી ને 1.6% થઈ ગયું છે.

ગુજરાત રાજ્યમાં મૃત્યુદર માં ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે પણ રાજ્યમાં થયેલા મૃત્યુદર ઘટાડાને લઈને નોંધ લીધી છે. રાજ્ય સરકારના દાવા પ્રમાણે કોરોના ના કારણે દર અઠવાડિયે થતાં મૃત્યુના કેસમાં એક મહિનાના ત્રીજા ભાગ જેટલો ઘટાડો થયો છે.

એક મહિના પહેલા રાજ્યમાં મૂત્યુદર 2.3% હતો જે ઘટીને ગયા અઠવાડિયે 1.6% થઈ ગયો હતો. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 20 લાખ 45 હજાર 951 ટેસ્ટ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કેસની સંખ્યા નો આંકડો 91329 પર પહોંચ્યો છે.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 73501 દર્દીઓ સાજા થઈ ગયા છે અને હાલ માં 14864 એક્ટિવ કેસ છે. રાજ્યમાં હાલ કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ પામતા લોકોની સંખ્યા 2964 થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!