ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પરિણામ પછી ભાજપના પ્રદેશ પ્રમુખ એટલા મજબૂત બની ચૂક્યા છે કે તેમનો પાર્ટીના સંગઠનમાં પાવર વધી રહ્યો છે. લોકો એવું માનતા હતા કે તેમના વિના પાર્ટી ચાલી શકે નહીં તેમને પાટીલે રસ્તો બતાવી દીધો છે.
એટલું જ નહીં મિત્રો પાર્ટીમાં જે નેતાઓ કાર્યકરોને આદેશ આપતા હતા તે પાર્ટીના પ્રદેશ કક્ષાએથી મારો કરતા હતા તેમની સત્તા માં નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.ગુજરાતમાં જ્યારે જીતુભાઈ વાઘાણી પ્રદેશ પ્રમુખ હતા.
ત્યારે જે લાલિયાવાડી ચાલતી હતી તે બંધ કરી દેવામાં આવી છે. કમલમ અને સંગઠન પર સી.આર.પાટીલ નું પ્રભુત્વ ખૂબ જ વધી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે કાર્યકર્તાઓ અને નેતાઓ એ પાર્ટી વિરુદ્ધ કાર્ય કર્યું છે.
તેમને બહાર નો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. પાટિલ દ્વારા ના માળખામાં ફેરફાર કર્યા પછી સિનિયર નેતાઓની સત્તામાં પણ કાપ મૂકવામાં આવ્યો છે.
સૂત્રો જણાવે છે કે સી.આર પાટીલ નવા નેતાને તક આપી રહ્યા છે અને સાથે સાથે વર્ષોની સંગઠન માં વર્ચસ્વ જમાવતી નેતાઓની સત્તામાં કાપ મૂકતાં જાય છે.
વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રદેશ પ્રમુખ 182 ઉમેદવારોને ખુદ પોતે પસંદ કરશે.તેઓ કોઇની ભલામણ સ્વીકારશે નહીં.પાર્ટીમાં 1990 થી વર્ચસ્વ જમાવતા નેતાઓને ખૂણો પાળતા કરી દીધા છે અને પાર્ટીમાં નવું લોહી લાવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment