મિત્રો હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં જૂનાગઢમાં તંત્રની બેદરકારીના કારણે એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. વિગતવાર વાત કરીએ તો શહેરમાં ભૂગર્ભ ગટર તેમજ ખાનગી કંપની દ્વારા ગેસ પાઇપલાઇનનું ફીટીંગનું કામ ચાલતું હોવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ખાડા ખોદવામાં આવ્યા છે.
આ ખાડામાં એક યુવાન બાઈક સાથે પડી ગયો હતો. જેના કારણે યુવાનનું કારણ મૃત્યુ થયું છે. યુવાનો મૃત્યુ થતાં જ તેના પરિવારજનો અને સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. દીકરાના મૃત્યુ થઈ ગયા બાદ પરિવારના લોકોએ મૃત્યુ પાછળ તંત્રને જવાબદાર ગણાવ્યો છે. વિગતવાર વાત કરીએ તો જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જ્યાં ખાડા ગાળવામાં આવ્યા છે. ત્યાં કોઈ પણ પ્રકારના ચેતવણી બોર્ડ મૂકવામાં આવ્યા નથી.
જેના કારણે આ ખાડામાં પડી જવાના કારણે રાઠોડ પરિવારના દીકરાનું મોત થયું છે. આ દુઃખદ ઘટના ગત 15 તારીખના રોજ જૂનાગઢના ખામધ્રોળ રોડ ઉપર કલાપી નગરમાં બની હતી. અહીં રાજેશભાઈ જેન્તીભાઈ રાઠોડ નામના વ્યક્તિ પોતાની બાઇક લઈને જઈ રહ્યા હતા. ત્યારે તેઓ બાઈક સાથે ખુલ્લા ખાડામાં પડી ગયા હતા.
સમગ્ર ઘટના બન્યા બાદ સૌપ્રથમ રાજેશભાઈને ખાડામાંથી બહાર કાઢીને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેમને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન રાજેશભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
રાજેશભાઈનું મૃત્યુ થતા જ રાઠોડ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. રાજેશભાઈ રાઠોડનું મૃત્યુ થયા બાદ તેમના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ તેમજ તંત્ર સામે આક્ષેપો કર્યા હતા અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મહાનગરપાલિકાની બેદરકારીના કારણે આજે એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે.
રાજેશભાઈ ના મૃત્યુના કારણે તેમની પત્ની અને આઠ વર્ષની દીકરી નોંધારા બની ગયા છે. સમગ્ર ઘટનાને લઈને રાજેશભાઈ ના માતા પિતાએ જણાવ્યું કે, તંત્રની ભૂલના કારણે અમે અમારો માણસ ખોયો છે. આ ઘટના પાછળ તંત્ર જવાબદાર છે. .
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment