રાજધાની દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું હતું ત્યારે ગૃહ મંત્રાલય દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. લાલ કિલ્લા પર નિશાન સાહેબ ધ્વજ ફરકાવ્યો બાદ RAF ની ટુકડી મોકલવામાં આવી છે અને ધ્વજ ને પણ ઉતારવામાં આવ્યા બાદ.
હવે આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શનમાં આવ્યું છે અને તાત્કાલિક બેઠક બોલાવી છે.આ બેઠકમાં અમિત શાહ અને ગૃહ સચિવ સહિત ઉચ્ચ અધિકારીઓ સામેલ હતા અને સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર વધુ પોલીસ દ્વારા આંદોલનને ઠારવા માટે ઉતારવામાં આવી શકે છે.
દિલ્હીમાં હોબાળો થનારી ટિકેરી બોર્ડર, સિંધુ બોર્ડર, ગાજીપુર, મુંકરબા ચોક, વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. દિલ્હીમાં ઉપદ્રવીઓના ઘર્ષણ મુદ્દે પોલીસ ખેડૂતોને શાંતિથી નક્કી કરેલા રૂટ પર રેલી યોજવા માટેની અપીલ કરી હતી.
સાથે જ કહું કે, કેટલાક ઉપદ્રવીઓએ માર્ગ બદલ્યો હતો અને પ્રજાસત્તાક દિન હોવાથી અમે શાંતિથી સમજાવ્યા છે.કૃષિ કાયદાને લઈને વારંવાર મોદી સરકારને કરી રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજની દિલ્હીમાં બનેલી ખેડૂતોની રેલી અને પોલીસના ઘર્ષણની ઘટનાને લઈને ફરી એકવાર ટ્વીટ કર્યું છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે હિંસા કોઈ સમસ્યાનું સમાધાન નથી અને હિંસામાં કોઈને ઇજા થઇ શકે છે. હિંસાથી આપણા દેશનું નુકસાન થશે અને સાથે જ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે દેશહિત માટે કૃષિ કાયદો પાછો લેવો જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જૂરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment