વલસાડમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટના બનતા જ સમગ્ર વલસાડ પંથકમાં માતમ છવાઇ ગયો હતો. વલસાડ તાલુકાના કુંડી ગામ ખાતે તળાવમાં શનિવારના રોજ બપોરે ગામના પાંચ બાળકો નાહવા પડ્યા હતા. પાંચ બાળકો માંથી બે બાળકોને તરતા આવડતું ન હતું.
તેના કારણે તેઓ તળાવના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જોતજોતામાં તો બે બાળકો તળાવમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ બાળકોને બહાર કાઢીને 108 મારફતે નજીકના PHC હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. ત્યાં હાજર તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બંને બાળકો પિતરાઈ ભાઈઓ હોવાનું સામે આવ્યું છે. વડોદરા તાલુકાના કુંડી ગામ પંચાયત કચેરી પાસે રહેતો 13 વર્ષીય મેહુલ અને તેનો પિતરાઇ દર્શન પોતાના મિત્રો સાથે કુંડી ગામ ખાતે આવેલા તળાવમાં નાહવા ગયા હતા.
શનિવાર હોવાના કારણે બપોરના સમયે ગરમીમાં બાળકો તળાવના ઠંડા પાણીમાં રમવા અને નાહવા આવતા હોય છે. ત્યારે મેહુલ અને તેના પાંચ મિત્રો તળાવમાં નાહવા પડ્યા હતા. મેહુલ અને દર્શનને તરતા આવડતું ન હતું. તેના કારણે તે બંને તળાવના ઉંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા.
મિત્રો એ તળાવમાં ડૂબી રહેલા મેહુલ અને દર્શનને બચાવવાના ખૂબ જ પ્રયાસ કર્યા હતા. પરંતુ તળાવમાં ડૂબતા બે બાળકોને જોઈને સ્થાનિક લોકો ત્યાં પહોંચી આવ્યા હતા અને બંને બાળકોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ત્યાં હાજર ડોક્ટરે મેહુલ અને દર્શનને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહને કબજે લઇને આગળની તપાસ હાથ ધરી છે. ઘટના બનતા જ બાળકોના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment