સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા વિડિયો, ફોટા અને પોસ્ટ આવતી હોય છે. અમુક વસ્તુ જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો અમુક વસ્તુ આપણને ભાવુક કરી દેતી હોય છે. પરંતુ જ્યારે માતા સાથે જોડાયેલી કોઈપણ વાત આવે ત્યારે ભલભલા કઠણ દિલના માણસો પીગળી જાય છે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક તેવા જ કિસ્સાની ચારેય બાજુ ચર્ચા ચાલી રહી છે. આ કિસ્સો સાંભળીને તમે પણ પોતાની માતાને ગળે લગાડીને રડવા લાગશો. એક માતા 24 વર્ષથી એક જ થાળીમાં ભોજન કરતી હતી. માતાનું મૃત્યુ થઈ ગયું, ત્યારબાદ દીકરાને માતા શા માટે એક જ થાળીમાં ભોજન કરતી હતી.
તેનું રહસ્ય જાણવા મળ્યું હતું. હવે દીકરો આ થાળી જોઈને આજે રડી રહ્યો છે. આ વ્યક્તિએ આખી વાત સોશિયલ મીડિયા પર શેર કરી છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ વ્યક્તિનું નામ વિક્રમ છે અને તેને પોતાના ટ્વીટર ઉપર એક થાળીનો ફોટો શેર કરીને આખી વાત જણાવી છે.
થાળીનો ફોટો શેર કરવાની સાથે વિક્રમે કેપ્શનમાં લખ્યું કે, આ અમ્માની થાળી છે… તે છેલ્લા બે દાયકાથી આમાં જ ભોજન કરતી હતી… આ એક નાની થાળી છે… આ થાળીમાં મારી માતા પોતાની સિવાય મને અને મારી ભત્રીજી શ્રુતિને ખાવા દેતી.
This is Amma’s plate.. she used to eat in this for the past 2 decades.. it’s a small plate.. she allowed only myself and chulbuli (Sruthi, my niece) only to eat in this other than her.. after her demise only I came to know through my sister, that this plate was a prize won by me pic.twitter.com/pYs2vDEI3p
— Vikram S Buddhanesan (@vsb_dentist) January 19, 2023
મારી માતાના મૃત્યુ પછી મારી બહેને મને આ થાળી નું રહસ્ય જણાવ્યું હતું. બહેને મને જણાવ્યું કે ધોરણ સાતમાં મેં આ થાળી ઇનામમાં જીતી હતી. વિક્રમ એ જણાવ્યું કે છેલ્લા 24 વર્ષથી મારી માતા મારી જીતેલી થાળીમાં જ ભોજન ખાતી હતી.
Held my amma’s hand for the last time 💔
இனி உன் கரங்களை எப்படி பிடித்து நடப்பேன்… மா 💔💔💔 pic.twitter.com/xAmwlvN4AC
— Vikram S Buddhanesan (@vsb_dentist) December 29, 2022
હાલમાં સોશિયલ મીડિયામાં આ વાતની ચર્ચાઓ ચારેય બાજુ ચાલી રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 29 ડિસેમ્બરના રોજ વિક્રમની માતાનું નિધન થયું હતું. માતાના મૃત્યુ બાદ થાળીનું રહસ્ય જાણ્યા બાદ વિક્રમ થાળીને જોઈને ખૂબ જ ભાવુક થઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment