છત્તીસગઢના જાંજગીર જિલ્લામા મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર યુવક કોઈ જગ્યાએથી બાઇક પર બેસીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડયો હતો.
મળતી માહિતી અનુસાર યુવક ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે સામેથી આવતા એક ટ્રેલરે યુવકની બાઇક ની ટક્કર લગાવી હતી. આ અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ઘટના બન્યા બાદ લોકો ભારે રોષ ભરાયા હતા.
અને લગભગ ચાર કલાક સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અકસ્માતની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ નિતેન્દ્ર સિંહ રાણા હતું. તેની ઉંમર 28 વર્ષની હતી. નિતેન્દ્ર નગરપાલિકામાં પ્લેસમેન્ટ કર્મચારી તરીકે નોકરી કરતો હતો.
મળતી માહિતી અનુસાર તે મોડી રાત્રે ક્યાંકથી ઘરે પરત ફરી રહ્યો હતો. જ્યારે અકલતારા બાજુથી આવી રહેલા ટ્રેલરે તેને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતમાં નિતેન્દ્ર બાઈક સાથે ટ્રેલર નીચે દબાઈ ગયો હતો.
આ કારણોસર તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું ઘટના બન્યા બાદ ટ્રેલરચાલકના સ્થળે ટ્રેલર મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આજના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.
મૃત્યુ પામેલા નિતેન્દ્રના પરિવાર માટે પાંચ લાખ વળતર અને તેની માતા માટે પાલિકામાં નોકરીની માંગણી કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
વિરોધ કરી રહેલા લોકોને પોલીસે ખૂબ જ સમજાવ્યા, પરંતુ કોઈ પણ પોલીસની વાતથી સંમત થવા તૈયાર ન હતું. થોડાક સમય પહેલાં જ નિતેન્દ્રના પિતાનું મૃત્યુ થયું હતું. જ્યારે હવે અકસ્માતમાં નિતેન્દ્રનું પણ મૃત્યુ થયું છે. હવે માતા એકલી રહી ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment