પિતાને સ્કુલે જાઉં છું તેમ કહીને નીકળેલા બે બાળકો બસની નીચે કચડાઈ ગયા, બંને બાળકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ….

Published on: 1:02 pm, Sat, 19 February 22

જેસલમેરના પનવાનડા ગામમાં ગુરુવારે રાત્રે આખા ગામમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. કારણકે એક જ ગામના બે બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બંને બાળકો સામાન્ય ખેડૂત પરિવારના હતા. મળતી માહિતી અનુસાર સ્કૂલ બસ અકસ્માતમાં 12 વર્ષે હસલ ખાન અને 14 વર્ષીય કાસમ ખાનનું મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર બંને બાળકો સંબંધમાં થતા હતા. મળતી માહિતી અનુસાર બસની નીચે કચડાઇ જતા બંને બાળકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. આ અકસ્માત એટલો ગંભીર બન્યો હતો કે બંને બાળકોના મૃતદેહ પણ જોવા જેવા ન હતા.

અકસ્માત બન્યો ત્યારે બંને બાળકોની ઓળખ થઇ શકે તેમ ન હતી. અકસ્માતની જાણ થતાં પરિવારજનો અને આખા ગામમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આટલું જ નહીં પરંતુ અકસ્માત બન્યા બાદ ગામમાં કોઈના ઘરે ચૂલો પણ સળગ્યો ન હતો.

બંને બાળકોની જ્યારે અંતિમ યાત્રા કાઢવામાં આવી ત્યારે પરિવારના સભ્યો સહિત આખું ગામ હિબકે ચડયું હતું. તમામ ની આંખમાં આંસુ હતા.  મૃત્યુ પામેલા હાસમના પિતાએ જણાવ્યું કે, મારો પુત્ર મોટો થઈને આર્મીમાં જોડાવા માંગતો હતો. અમારા ગામમાં અને આસપાસના ગામમાંથી ઘણા લોકો આર્મીમાં જોડાય છે.

તે માટે મારો પુત્ર પણ આર્મીમાં જોડાવા માંગતો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માત બન્યા બાદ બંનેના મૃતદેહ ગુરૂવારના રોજ ગામ પહોંચ્યા હતા. ત્યારે આખા ગામમાં હોબાળો મચી ગયો હતો.

આ અકસ્માતની ઘટના બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ઘટના બન્યા બાદ બંને બાળકોના પરિવારજનો અને વહીવટી તંત્ર દ્વારા એક એક લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પિતાને સ્કુલે જાઉં છું તેમ કહીને નીકળેલા બે બાળકો બસની નીચે કચડાઈ ગયા, બંને બાળકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…."

Leave a comment

Your email address will not be published.


*