ઉનાળાની સીઝન આવતાની સાથે જ કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે તેથી માર્કેટમાં કેરીની અનેક જાત જોવા મળતી હોય છે અને કેટલીક જાત સો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે તો કેટલીક 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. ભારતમાં મુખ્યત્વે હાફૂસ અને કેસર કેરી સૌથી પ્રખ્યાત અને મોંઘી કેરી માની એક છે.
આ ઉપરાંત બદામ દશેરી તોતાપુરી અને લંગડી સહિતની કેરીની જાત છે પરંતુ શું તમને ખ્યાલ છે ખરા કે ભારતની સૌથી મોંઘી કેરી કઈ છે.આ કેરી મોંઘી હોવાની સાથે સાથે દુર્લભ અને અનોખી પણ છે.
જો તમે તેની કિંમત વિશે સાંભળશો તો લગભગ તમે ચોકી જશો કારણ કે આ કેરી કિલોના ભાવમાં નથી વેચાતી આ કેરી નંદના ભાવમાં વેચાય છે અને આ કેરી ભારતની સૌથી મોંઘી અને રસદાર કેરી છે.
ભારતમાં આ સૌથી મોંઘી કેરીની ખેતી મધ્યભાગમાં એટલે કે મધ્યપ્રદેશમાં થાય છે અને આ કેરી કિલોમાં વેચાતી નથી અને આ જાતની એક કેરીનો ભાવ 1200 રૂપિયા સુધીનો હોય છે અને ખાસ કરીને તે મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે ઉગાડવામાં આવે છે
અને નવાઈની વાત તો એ છે કે અહીં આ આંબાના માત્ર ત્રણ વૃક્ષો છે અને ગયા વર્ષે ભોપાલમાં યોજાયેલા કેરીના ફેસ્ટિવલમાં કેરીની ઘણી જાતોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં સુંદરજા, લંગડા, દશેરી અને મલ્લિકા અને આમ્રપાલી સહિતની કેરીની જાત રાખવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment