ઉનાળાની ગરમી વચ્ચે જગતના તાત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 1 જૂને કેરળમાં ચોમાસું આવી શકે છે. હવામાન વિભાગ અનુસાર આ વર્ષે દક્ષીણ પશ્ચિમ ચોમાસું સામાન્ય નું 98 ટકા રહેવાની સંભાવના છે.
ભારતના હવામાન ખાતાની આગાહી મુજબ કેરળમાં ચોમાસુ સામાન્ય સમયે 1 જૂને પહોંચશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં સચિવ માધવન રાજીવને આ અંગે માહિતી આપી.
તેમને જણાવ્યું કે ભારત હવામાન વિભાગ દેશમાં ક્યારથી ચોમાસુ બેસશે તેની 15મી મેના રોજ સત્તાવાર રીતે ચોમાસાની આગાહી કરશે.
માધવન રાજીવને ટ્વિટ કર્યું હતું કે,મોન્સુન 2021 અપડેટ ભારત ના હવામાન વિભાગની આગાહી મુજબ કેરળના એક જૂન આસપાસ ચોમાસુ પહોંચશે.
આ પારંભિક આગાહી છે. ભારતીય હવામાન વિભાગની સત્તાવાર ચોમાસાની આગાહી 15 મે ના રોજ અને વરસાદને લગતી આગાહી 31 મે ના રોજ જાહેર કરવામાં આવશે.IMD એ કહ્યુ હતુ.
કે આ વર્ષે દક્ષીણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. દેશમાં 75 ટકા વરસાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસાના કારણે છે. લાંબાગાળાના સરેરાશ વરસાદનો આંક 98 ટકા સુધી રહેશે જો કે તેમાં પાંચ ટકાનો વધારો થઇ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment