કોરોના ના કેસો વધતા રાજ્ય સરકાર એક્શન મોડમાં, આટલા દિવસના સંપૂર્ણ લોકડાઉન ની કરી જાહેરાત.

158

કોરોનાવાયરસ ની બીજી લહેર પ્રથમ કરતાં ઘાતક બની રહી છે ત્યારે રાજસ્થાન સરકારે પણ હવે લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં વધતા જતા સંક્રમણ ની ચેઇન તોડવા માટે સરકાર હવે કડક પગલાં ભરી રહી છે. રાજ્ય સરકાર રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન માટેના આદેશ જાહેર કર્યા છે.

મળતી માહિતી મુજબ 10 મે ના રોજ સવારે 5 થી 24 મે સુધી રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન થશે. તેજ સમયે 31 મી મે સુધી લગ્ન સમારંભમાં પણ સંપૂર્ણપણે બંધ થઈ જશે. ગૃહ વિભાગે મોડી રાતે પણ આ અંગે માર્ગદર્શીકા જાહેર કરી છે.

નવા દિશા નિર્દેશો અનુસાર લગ્નના સંબંધમાં કોઈ સમારોહ, ડીજે, વરઘોડો ને મંજૂરી અથવા પાર્ટી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઘરે અથવા કોર્ટ મેરેજ તરીકે લગ્નની મંજૂરી આપવામાં આવશે.

આમાં માત્ર 11 લોકો હાજર રહેશે અને આ સાથે લગ્ન ની માહિતી ડીઆઇઆઇટી દ્વારા બનાવેલા પોર્ટલ પર આપવી પડશે. લોકડાઉન દરમિયાન રાજ્યના તમામ ધાર્મિક સ્થળો બંધ રહેશે. સરકારે સામાન્ય લોકોને અપીલ કરી છે.

કે તેઓ તેમના ઘરે પૂજા પ્રાર્થના કરે. આ સમય દરમ્યાન બસ, ટેમ્પોજ, જીપ જેવા તમામ જાહેર પરિવહન સંપૂર્ણ બંધ રહેશે. જો કે આ સમય દરમ્યાન તબીબી સેવાઓ માટે વાહનોને સંપૂર્ણ મુક્તિ રહેશે.

રાજ્યની અંદર એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અને અન્ય રાજ્યમાં જતાં વાહનો ને મુકિત અપાશે. જરૂરિયાત વસ્તુ ની દુકાન ખુલ્લી રાખવાની પરમિશન આપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!