કોરોનાની મહામારી વચ્ચે દેશમાં કેન્દ્રીય કેબિનેટ બેઠક યોજાઇ હતી. બેઠક બાદ કેન્દ્રીય મંત્રીઓ પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદે કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય વિશે માહિતી આપી. રવિશંકર પ્રસાદે જણાવ્યું કે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં 19 હજાર કરોડના ભારત નેટ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે.
આ યોજના હેઠળ દરેક ગામડાઓમાં બ્રોડબેન્ડ સિસ્ટમ પહોંચાડવાનું કાર્ય કરાશે. આ ઉપરાંત દેશના 16 રાજ્યોમાં ભારત નેટ પીપીપી મોડલ હેઠળ મંજૂરી અપાય છે.
આ કુલ પ્રોજેક્ટ 29 હજાર કરોડનો છે. આ યોજનામાં ભારત સરકારનો 19 કરોડનો હિસ્સો છે. આ યોજના હેઠળ ત્રણ લાખ કરતાં પણ વધારે ગામડાઓને બ્રોડબેન્ડની સાથે જોડવામાં આવશે.
ઉપરાંત આ યોજના હેઠળ કુલ 9 પેકેજ આપવામાં આવશે. એક પ્લેયરને વધારેમાં વધારે 4 પેકેજ આપવામાં આવશે.
આ કેબિનેટ બેઠકમાં વીજળી ક્ષેત્રમાં સુધારા અંગે ચર્ચા કરવામાં આવશે. આ સમગ્ર યોજના હેઠળ રાજ્ય સરકાર વતી પ્લાન્ટ માગવામાં આવશે અને કેન્દ્ર સરકાર પૈસા ની ફાળવણી કરશે.
તેમજ આ યોજના હેઠળ મોટા શહેરોમાં ઓટોમેટીક સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે તે બાબતે સરકારે તૈયારી કરશે. આ બેઠકમાં સોલર સિસ્ટમને મજબૂત કરવાની પ્લાનિંગ કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment