વાહન ચાલકો ને રાહત આપવા જઈ રહી છે કેન્દ્ર ની મોદી સરકાર, જાણો શું છે રાહત ?

વાહન ચાલકો માટે રાહત ના સમાચાર મળી રહ્યા છે. ટ્રાફિક ના નિયમોનો ઉલંઘન વખતે પોલીસ જવાન દ્વારા જે કાર્યવાહી અગાઉ કરવામાં આવતી હતી જેમાં વાહન ચાલકનો વાહન જમાં લઈને તેનો એક મેમો આપવામાં આવતો હતો અને મેમો લઈને વાહનચાલકોમાં કોર્ટ મા જતો હતો.

ત્યાં તેની જેવા મોટી સંખ્યામાં વાહનચાલકો લાઈનમાં ઉભા જોવા મળતા હતા અને તે લાઈનમાં ઊભા રહ્યા બાદ જ્યારે મેમો ભરવા માટેનો નંબર આવતો હતો ત્યારે કોર્ટ દ્વારા દંડની રકમ ફટકારવામાં આવતી હતી.

અને તે રકમ ભર્યા બાદ જે કાપલી મળતી હતી તે કાપલી લઈને વાહન માલિક ને પાછું પોલીસ સ્ટેશન જવું પડતું હતું અને ત્યાં કાપલી બતાવીને વાહન ચાલક પોતાનું વાહન છોડાવી લેતો હતો.

આટલી લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ વાહન ચાલકને પોતાનું વાહન પ્રાપ્ત થતું હતું.વાહન વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મેમો જમા કરાવવા હવે લોકોએ કોર્ટના ચક્કર નહીં કાપવા પડે.

અને ઘરે બેઠા જ મેમો જમા કરાવી શકાશે. આ માટે દેશભરમાં ટ્રાફિક ઇ કોર્ટ શરૂ કરાશે. કેન્દ્ર સરકારે આ માટે 25 રાજ્યમાં 1142 કરોડનું ફંડ જાહેર કર્યું છે અને આ ઇ કોર્ટ ચાલુ કરવા જુલાઈ 2021 ની ડેડલાઇન નક્કી કરાઇ છે.

હવે મેમો ભરવા લોકોને કોર્ટના ધક્કા નહીં ખાવા પડે અને દેશભરમાં ટ્રાફિક ઇ કોર્ટ શરૂ થશે અને ઘરે બેઠા મેમો જમા કરાવી શકાશે.કોર્ટ શરૂ કરવા જુલાઈ 2021 સુધી ની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે.

અને મહારાષ્ટ્ર 125.24 કરોડ, ઉત્તર પ્રદેશ 109.45 કરોડ, મધ્ય પ્રદેશ 74.05 કરોડ, ગુજરાત 72.82 કરોડ, તમિલનાડુ 70.15 કરોડ, રાજસ્થાન 67.80 કરોડનું રાજ્ય ફંડ હાઇકોર્ટ માટે નક્કી કરાયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*